Latest

પીએમ કિસાન યોજનામાં e KYC ફરજીયાત કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારત સરકારની PM-KISAN યોજનામાં હવેથી e KYC ફરજીયાત કરવા અંગે સુચના આપવમાં આવી છે.જેને ધ્યાનમાં રાખી તમામ ખેડૂત મિત્રો કે જે PM-KISAN યોજનાનો લાભ મેળવે છે તેમને https://pmkisan.gov.in/aadharekyc.aspx ઉપર આધારકાર્ડ નબર નાખીને અપડેટ કરવું ત્યારબાદ આધારકાર્ડ સાથે મોબાઈલ નબર ઉપર ઓટીપી આવશે તે ઓટીપી નાખવાથી e KYC ની પ્રક્રિયા પૂર્ણ થશે.આ કાર્યવાહી કર્યા બાદ જ આગળના હપ્તા મળી શકશે જેની નોધ ખેડૂતોએ લેવી. PM-KISAN યોજનાની ભારત સરકારની અધિકૃત વેબસાઈટ http://fw.pmkisan.gov.in પર પણ e KYC થઈ શકશે.
ખેડૂતોએ જો આધારકાર્ડ સાથે મોબાઈલ નબર લીંક કર્યો ન હોય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા બાયોમેટ્રિક પદ્ધતિથી e KYC ની કામગીરી સરળતાથી થાય એટલા માટે કોમન સર્વિસ સેન્ટરનો ૧૫ રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *