Breaking NewsLatest

પ્રાકૃતિક ખેતી..કૂદરતનું સાનિધ્ય, ઉપજ અને આવક બમણી.. જાણો.. ઘન જીવામૃતનો પ્રથમ પ્રયોગ કરી મહેન્દ્રભાઈ દાડમ અને તુવેરના બમણા બજાર ભાવ કેવી રીતે મેળવે છે..

અમદાવાદ: ‘મારી પાસે લગભગ ૭૦ વિઘા જમીન છે… હું પહેલા સામાન્ય ખેતી કરતો હતો… પણ રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીની અપીલ કરી અને મેં પહેલ કરી…આજે હું મારી બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરુ છુ…. મારા પિતાજી હંએમેશા ગાયની સેવા કરવાનું કહેતા… મારા પિતાજીની એ સલાહ અમે અક્ષરસ: અપનાવી… જો કે અમને એમાં રાજ્ય સરકારની યોજનાનો લાભ મળ્યો…આજે ગાયનું છાણ મને પ્રાકૃતિક ખેતી કરવામાં અત્યંત ઉપયોગી થયું છે…અને મારી ઉપજ અને આવક બન્ને બમણા થયા છે…’ અમદાવાદ જિલ્લાના દેત્રોજ નજીક શિહોર ગામના ખેડૂત શી મહેન્દ્રભાઈ રાવલના આ શબ્દો ઘણું બધુ કહી જાય છે..

શ્રી મહેન્દ્રભાઈ આમ તો મોટા ખેડૂત છે, ખાસ્સી જમીન પણ છે…અને દાડમની ખેતી પણ કરે છે… એમણે રાજ્ય સરકારની દૂધાળા પશુ સ્વરોજગાર યોજના (૧૨ દૂધાળા પશુ ફાર્મ સ્થાપના)નો લાભ લીધો છે.. રૂ. ૪,૭૦,૦૦૦ની સબસીડીનો લાભ સાથે એક એક કરતા આજે ૪૦ જેટલી ગીર ગાયો ધરાવે છે. ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ તેમણે પુર્ણ સ્વરૂપે અપનાવ્યો છે. શ્રી મહેન્દ્રભાઈ આ ગીર ગાયોનો ખુબ સારી રીતે ઉછેર કરે છે… વાર્ષિક ૩૦,૦૦૦ લીટર દૂધ ઉત્પાદનમાંથી વાર્ષિક આવક અંદાજે રૂ. ૧૫ થી ૧૭ લાખ અને તેમાંથી અંદાજે ૭ લાખનો ચોખ્ખો નફો મેળવે છે., પણ આ ગાયના છાણમાંથી તેઓ ઘન જીવસમૃત પણ બનાવે છે…

અમદાવાદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામક શ્રી સુકેતુ ઉપાધ્યાય કહે છે કે, ‘મહેન્દ્રભાઈને દૂધાળા પશુ સ્વરોજગાર યોજના (૧૨ દૂધાળા પશુ ફાર્મ સ્થાપના)નો લાભ તો મળ્યો જ છે, પરંતુ પશુપાલનખાતાના માર્ગદર્શન હેઠળ તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી તેના આગવા પરિણામ પણ મેળવ્યા છે…અમદાવાદ જિલ્લામાં ધીમે ધીમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળયા છે…’ એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી મહેન્દ્રભાઈ કહે છે કે, ‘ પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત એ પાયો છે… ૨૦૦ લિટર પાણીમાં ૧૦ કિલો છાણ, ૧૦ લિટર ગૌમૂત્ર, ૧ કિલો કઠોળનો લોટ, ૧ કિલો દેશી ગોળ અને ૫૦૦ ગ્રામ વડ નીચેની માટીનું મિશ્રણ કરી જીવામૃત તૈયાર કરતો હતો…પણ મેં આ વિસ્તારમાં ઘન જીવામૃત બનાવવાની આગવી પધ્ધતિ વિક્સાવી છે…ગાયના ૧૦૦ કિલો ગ્રામ છાણ, ૧ કિલો દેશી ગોળ, ૧ કિલો ચણાનો લોટનું મિશ્રણ કરી તેમાં ૨ લિટર જીવામૃત ઉમેરીને આ મિશ્રણને ૪૮ કલાક છયામાં રાખ્યા બાદ દિવસમાં ૩-૪ વખત ઉપર નીચે કરી તે સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરી ઘન જીવામૃત બનાવ્યું છે…શક્ય છે કે, રાજ્યમાં અન્ય જગાએ કોઈ બનાવતુ હશે પણ દેત્રોજ્ની આસપાસના વિસ્તારમાં મેં પ્રથમ પ્રયોગ કર્યો છે…’ એમ તે ઉમેરે છે….

શ્રી મહેન્દ્રભાઈ ગીર ગાયોને ખવડાવવા માટે પ્રાકૃતિક ઘાસ ઉગાડે છે…કપાસની પાંખડી, યુરિયા કે ખાતર વિનાનું ઘાસ અને જરૂરી મિનરલ્સ, વિટામીન પણ આપે છે. તો ઘન જીવામૃતના સથવારે પ્રાકૃતિક ખેતી કરીને કૂદરતના સાનિધ્ય સાથે ઉપજ અને આવક બમણી મેળવે છે…મહેન્દ્રભાઈએ દાડમના ૧૫૦૦ પ્લા ન્ટનો ઉછેર કર્યો છે…બે પાક મેળવ્યા પછી ત્રીજો પાક મેળવવની તૈયારી છે… તો ૧૫ વિઘામાંથી ૩૦૦ મણ તૂવેર પાકવાની શક્યતા છે… બઝારમાં જે ભાવ હોય તેના કરતા બમણો ભાવ મને મળે છે…’ એમ તેઓ ઉમેરે છે…
આમ આ યોજનાના પગલે શ્રી મહેન્દ્રભાઈ કૂદરતનુ સાનિધ્ય તો મેળવ્યું જ છે પરંતુ સાથે સાથે આવક અને ઉપજ પણ બમણા કર્યા છે…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *