Breaking NewsLatest

બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવવા બાબત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ધ્વારા પ્રેરીત તથા કમિશનરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ધ્વારા આયોજીત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સાબરકાંઠા ધ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ૭ થી ૧૩ વર્ષના બાળકો બે વયજુથ ૭ થી ૧૦ વર્ષ “અ” વિભાગ તથા ૧૧ થી ૧૩ વર્ષના “બ” વિભાગમાં અને ૭ થી ૧૩ વર્ષના ખુલ્લા વિભાગમાં ભાગ લઇ શકશે. ચિત્ર સ્પર્ધા અગાઉ યોજાઇ ગયેલ હોય, ચિત્ર સ્પર્ધા બાકાત કરી અન્ય તમામ (વકતૃત્વ, નિબંધ, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગીરી, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિયન, લોકગીત, ભજન, સમુહગીત અને લોકનૃત્ય) સ્પર્ધાનો સમાવેશ થશે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત કચેરી, સાબરકાંઠા ટેલિફોન નં. ૦૨૭૭૨-૨૪૦૧૮૩ પર સંપર્ક કરવો. તા.૧૨/૦૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સર્વોદય સર્જીકલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર સાબરકાંઠા ખાતે ફોર્મ રૂબરૂ પહોચાડવાના રહેશે. એમ રમતગમત અધિકારીશ્રી હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *