કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના સખી વન સ્ટોપ હિંમતનગર દ્વારા બિહારની માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે પુનર્મિલન કરાવી સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પડાયું છે. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની મદદ માટે ઉભા કરવામાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ખરેખર મહિલાઓને સધિયારો પૂરો પાડવાની સાથે તેમની સુરક્ષાની પણ કામગીરી કરી રહી છે.
સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર ખાતે તલોદ પોલિસ સ્ટેસન દ્વારા તા:-૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ એક માનસીક બિમાર બેનને આશ્રય આપવાના ઉદ્દેશ્યથી મોકલી આપવામાં આવ્યા હતા. અહિં આ બેનની સારવાર બાદ કાઉંસેલીંગ કરતા બેને આપેલી માહિતીથી બિહાર રાજય ગામ:- મિરઝાગજ તા:- ઇસ્લામનગર અલીગંજ, થાના :-ચન્દ્રદિપ, જિલ્લા:-જુમાઇ (jumai) ના સરનામા પર બિહાર પોલીસનો સંપર્ક કરી પરિવારની શોધ કરવામાં આવી હતી. પરિવારના સભ્યો સાથે વાત કરતા બેન પરિવારમાંથી માનસિક અસ્વસ્થ હોઇ છ માસ પહેલા નાના પાંચ બાળકો મુકી નિકળી ગયેલ હતા. પરિવારે આટલા દિવસોમાં ખુબ જ શોધ-ખોળ કરેલ પરતું માહિતી ન મળતા પરિવાર હતાશ થઇને બેઠેલ હતો. આ હતાશામાં તા:-૨૧ માર્ચ ૨૦૨૨ના સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગરમાંથી પોલિસ જાપ્તા સાથે બેનને બિહાર મુકવા આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પાંચ નાના બાળકોને તેમની માતા મળતા તેઓ ખુબ ખુશ થયા હતા.
પરીવારે પોલિસનો અને ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માન્યો હતો.