Breaking NewsLatest

ભારતીય તટરક્ષક દળના મહાનિદેશકે લીધી પોરબંદરની મુલાકાત

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક, મહાનિદેશક ક્રિશ્નાસ્વામી નટરાજન PVSM, PTM, TM, 16 ડિસેમ્બર 2021ના રોજ ભારતીય તટરક્ષક દળ (ICG)ના ઉત્તર પશ્ચિમી પ્રદેશ પોરબંદરની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. મહાનિદેશકને પોરબંદર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહાનિદેશકે પોરબંદરના ધરમપુર ખાતે આવાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ICG પરિવારો માટે તૈયાર કરવામાં આવેલા 480 મકાનોનો પ્રોજેક્ટ છે. ICGના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી એક આ પ્રોજેક્ટ છે.

આ મુલાકાત દરમિયાન, મહાનિદેશકે અધિકારીઓ, નાવિકો અને તેમના પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો. અસ્કયામતોને ઓપરેશન હાથ ધરી શકાય તેવી સ્થિતિ જાળવી રાખવા માટે તેમના ખંત અને એકધારા પ્રયાસો બદલ મહાનિદેશકે તેમની પ્રશંસા કરી હતી. તેમણે કર્મીઓને પરિચાલનની તૈયારીઓના ઉચ્ચ ધોરણો જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પોરબંદર ખાતે હવાઇ અસ્કયામતો અને ગુજરાતની સપાટીની અસ્કયામતો દ્વારા અત્યંત સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પર સતર્કતા જાળવી રાખવા માટેના પ્રયાસોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *