ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.થી ખાનગી વાહનમાં તપાસમાં ગયેલ કર્મચારીઓ દિલ્હીથી પરત નિકળેલ દરમિયાન તા.૧૫/૦૨/૨૨ના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર ખાતે ઉક્ત ખાનગી વાહનનો અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી કુલ-૫ વ્યક્તિઓના કરૂણ મોત નિપજેલ હતા. સદરહું તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવેલ હતી. તેમ છતાં PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહી મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કરેલ હતા તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહી મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કરેલ હતા. જો PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરેલ હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ:ખદ ઘટના ન બનવા પામત. પો.સ.ઇ.શ્રી એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહી કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા PSI શ્રી એમ.એચ.યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ(Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.ના PSI શ્રી એમ.એચ.યાદવનાઓને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ કરવામાં આવેલ ફરજ મોકૂફ.
Related Posts
ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા માટે મજબૂત સંકલ્પ; પત્રકારોને 10 લાખના વીમા કવચ…
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર…
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
















