Breaking NewsLatest

ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ પરિવારને લાખ લાખ વંદન. વઢવાણના વીર શહીદ જવાન ભરતસિંહ પરમારના પરિવારને રૂપિયા 1,94,444/- રોકડા આપી દુઃખમા ભાગીદાર બન્યા

ભારત દેશના સીમાડાનું રક્ષણ આપણા જવાનો કરે છે અને આંતરિક સુરક્ષા આપણા પોલિસ જવાનો કરે છે. જ્યારે ભાવનગર જિલ્લાના રાજપૂત સમાજના પોલિસ જવાનો એ કરતા પણ વિશેષ કાર્ય કરે છે અને તે છે સમાજ સેવા.
થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના રાજપૂત યુવાન ભરતસિંહ પરમાર દેશની રક્ષા કરતા શહીદ થયા. તેઓ પોતાનું જીવન દેશના નામે કરી ગયા અને પરિવાર પર આફત આવી પડી. આવા કપરા સમયે વીર શહીદ ભરતસિંહ પરમારના પરિવારના દુઃખમા ભાગીદાર થતા ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ પરિવાર દ્રારા રૂપિયા 1,94,444/- રોકડા આપી મદદ કરી વંદનીય કાર્ય કર્યુ છે.  આ સેવાકીય કાર્ય  બદલ ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ પરિવારને લાખ લાખ વંદન સાથે અભિનંદન. આ સમગ્ર સેવા યજ્ઞના સંકલનમાં રાજપૂત પોલિસ જવાનોના ડી.કે ચૌહાણ, અજીતસિંહ મોરી, જયદેવસિંહ ભંડારી, ભરતસિંહ ડોડીયા અને ગોવિંદસિંહ પરમારે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *