આજ રોજ તારીખ 16/10/2021ના દિવસે સાબરડેરીના એમપીઓ તેમ જ વેટનરી વિભાગ ના સયુંકત ઉપક્રમે માલપુર તાલુકા ના પૂર્વ વિભાગ ની દુધમંડળીઓ ના ચેરમેન ,સેક્રેટરી શ્રી ઓ તેમ જ મહિલા સભાસદોની જૉનલ મિટિંગ નું અરવલ્લીની ગિરિમાળાઓ માં આવેલ મીની પ્રવાસ ધામ કલેશ્વરી ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં સાબરડેરી તેમજ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેન તેમજ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ ના ડિરેકટર શ્રી માનનીય શામળભાઈ .બી.પટેલ સાહેબ તેમજ સાબરડેરી ના ડિરેકટર શ્રી તથા બાયડ-માલપુર વિધાનસભા ના ધારાસભ્ય માનનીય શ્રી જશુ ભાઈ પટેલ સાહેબ હાજરી આપેલ છે.સાબરડેરી એમપીઓ વિભાગ ના વડા ડોકટર એમ.એન પટેલ સાહેબ તેમજ વેટનરી વિભાગ ના વડા ડોકટર કે.આર.પટેલ હાજર સભાસદોને પશુપાલન ના ધંધા વિશે તેમજ સ્વચ્છ અને ગુણવતા યુક્ત દૂધસમપાદન વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપેલ છે.માનનીય ચેરમેન સાહેબએ સભાસદો પશુપાલન ના ધંધા માં વધુમાં વધુ રસ લેતા થાય તેમજ વધુ પશુઓ રાખી એકમ દીઠ દૂધઉત્પાદન વધે તે માટે ડેરી તેમજ સરકારશ્રી દ્વારા અમલ કરવા માં આવેલ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલ
..સદર મિટિંગ ને સફળ બનાવવામાં ધનસુરા એમપીઓ સ્ટાફ તેમજ ઇન્ચાર્જશ્રીઓ ,સુપરવાઈઝર શ્રી ઓ ,માલપુર વેટનરી સ્ટાફ એ ભારે જહેમત ઉઠાવેલ છે.