Breaking NewsLatest

માસ્ક નહીં પહેરનારાઓ ચેતી જાવ હવે…. વાંચો..રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ શહેરોના તમામ કમિશ્નર અને જિલ્લા એસપીને શું આપી સૂચના..

ગાંધીનગર રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રીની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને ઝુંબેશ શરૂ કરવા ડીજીપીશ્રીની તાકીદ. માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ.

રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ શ્રી આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રીએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.૧ હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રીએ સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ અને પોલીસ કમિશનરશ્રીઓને તાકીદ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *