Breaking NewsLatest

યુનિટી જન સેવા ટ્રસ્ટ મોડાસા સંચાલિત હજીયાની મરિયમબેન બાબુભાઇ ટાઢા અલ્ફેશાની હોસ્પિટલ માં રૂપિયા 10 ની ફી માં 40,000 કેસ પુરા થવા બદલ સન્માન સમારંભ યોજાયો

અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે  યુનિટી જન સેવા ટ્રસ્ટ મોડાસા સંચાલિત હજીયાની મરિયમબેન બાબુભાઇ ટાઢા અલ્ફેશાની હોસ્પિટલ  ની સ્થાપના 5 ઓક્ટોબર 2020 માં થઇ હતી અને 31 મી જુલાઈ 2021 ના રોજ  કેસ 40,000 સુધી પહોંચ્યા  છે. આ હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર ડૉક્ટર જાસ્મિનબેન પહોંચ્યા  ને સુંદર કામગીરી કરવા બદલ હોસ્પિટલ ના દાતા દાનવીર જનાબ બાબુભાઇ ટાઢા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા  હતા. તથા ફિજીયોથેરાપી વિભાગના ડૉક્ટર સારા ગાંચી, આસી. ઇમામુલ પટેલ ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા,  સ્ટાફ મિત્રો અકીલ  મસ્તાન,  સકીનાબેન  ઇપ્રોલીયા, સાનિયાબેન કુસકીવાલા, શિફાબેન  કાંકરોલીયા, લેબોરેટરી ટેક્નિશિયન જેકી ચૌધરી, તમામ સભ્યોનો સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં હજીયાની મરિયમબેન બાબુભાઇ ટાઢા અલ્ફેશાની હોસ્પિટલ  જેમના નામથી આ હોસ્પિટલ ચાલે છે તેમના માટે તંદુરસતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.  અલ્ફેશાની હોસ્પિટલ   હોસ્પિટલ ના દાતા  દાનવીર જેવો  હર હંમેશ  આર્થિક રીતે મદદરૂપ માટે  ઉભા રહેનાર જનાબ બાબુભાઇ ટાઢા સાહેબ નું . સન્માન યુનિટી જન સેવા ટ્રસ્ટ તમામ કારોબારી સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો. બાબુભાઇ ટાઢા સાહેબ એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ખરેખર વહીવટકર્તા  અને મેડિકલ સ્ટાફ ખુબ જ મહેનત કરે છે. હોસ્પિટલ ના ચેરમેન ઉસ્માનગની મનવા  સાહેબ હોસ્પિટલ  ને આધુનિક હોસ્પિટલ બનાવવા ની ચર્ચા કરી હતી.

અલફેસાની હોસ્પિટલ ના સેક્રેટરી સલીમભાઇ પટેલ એ જણાવેલ કે પ્રાથમિક રોગ સારવારમાં 40,000 કેસ, ફિજીયોથેરાપી માં 1382, લેબોરેટરી માં 5236 કેસ પુરા થયેલ છે. આ હોસ્પિટલ માં રૂપિયા 10/-  ની ફી માં  દવા, ઇન્કેકશન, બોટલ,  સાથે પ્રાથમિક રોગ સારવાર કરવામાં આવે છે. લેબોરેટરી માં ટેસ્ટ વાઈઝ 10/- રૂપિયા તથા ફિજીયોથેરાપી માં પણ રૂપિયા 10/- કેસ ફી લેવામાં આવેલ છે.  કોરોના ના સમયમાં લોકોને આ હોસ્પિટલ ખુબ જ મદદરૂપ બની રહે હતી અને આજે પણ લોકો સારા એવા પ્રમાણ માં આ અલ્ફ્રેશની હોસ્પિટલ નો લાભ લે છે .  આ પ્રસંગે યુનિટી જન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ગુલામમોહમ્મદ ભૂરા, ઉપપ્રમુખ સલીમભાઇ સાબલીયા, સેક્રેટરી રઈશભાઈ મોડાસીયા તથા યુનિટી ના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ ચેરમેન ઉસ્માનભાઈ મનવા, હોસ્પિટલ સેક્રેટરી સલીમભાઇ પટેલ, સિરાજભાઈ સુથાર એ સુંદર કામગીરી કરી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *