Breaking NewsLatest

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું જામનગર એરપોર્ટ ખાતે કરાયું ભાવભર્યું સ્વાગત

જામનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે દ્વારકા ખાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી, જે બાદ આજરોજ મુખ્યમંત્રીશ્રી જામનગર એરપોર્ટ પર પહોંચતા જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીને આવકાર આપવા માટે એરપોર્ટ ખાતે મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રીઓશ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી મેરામણભાઈ ભાટુ, શ્રી વિજયસિંહ જેઠવા તથા કલેકટરશ્રી સૌરભ પારધી, એસ.પી.શ્રી દીપન ભદ્રન, કમિશનર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ અને પ્રાંત અધિકારીશ્રી આસ્થા ડાંગર વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *