Latest

વલ્લભીપુરના સરોવરીયા હનુમાનના સાનિધ્યમાં રામકથાનો પ્રારંભ

ભવ્ય પોથીયાત્રામાં કસ્બા મુસ્લિમ સમાજના લોકો સહિત સેંકડો શ્રાવકો જોડાયા

વલ્લભીપુર તા.29
વલ્લભીપુરના મફતનગર સ્થિત સરોવરીયા હનુમાન દાદાના સાનિધ્યમાં તા.29ને મંગળવારે ભાવનગરવાળા ભરતદાસબાપુ ગોંડલીયાના વ્યાસસ્થાને રામકથા શરૂ થઈ હતી. આ પ્રસંગે નીકળેલી પોથીયાત્રામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.

પચ્છેગામ રોડ સ્થિત તળાવની પાળ નજીક મારૂતીધામ સરોવરિયા હનુમાનજી મંદિરના ઉપક્રમે આયોજિત આ રામકથામાં વિવિધ પ્રસંગોની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં તા 31ને ગુરુવારે સાંજે 5 કલાકે શ્રીરામ જન્મોત્સવ, તા. 2ને શનિવારે સાંજે 5 કલાકે સીતારામ વિવાહ, તા.5ને મંગળવારે સાંજે 5 વાગ્યે રામેશ્વર પુજા થશે અને તા 6ને બુધવારે સાંજે 5 કલાકે કથા વિરામ પામશે. શ્રી સરોવરિયા હનુમાનજીના મંદિરના વિકાસઅર્થે રાખવામાં આવેલ આ રામકથાનો લાભ લેવા આયોજકોએ જાહેર જનતા અને ધર્મપ્રેમી ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
યુટ્યુબ પર લાઈવ જોવા મારુતિ સ્ટુડિયો 108 અથવા 8160442141નો સંપર્ક કરવા આયોજકોની એક યાદીમાં જણાવાયું છે.

એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *