જામમાંગર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચીકુવાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું કરાયું આયોજન.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમ્મીતે દેશભરમાં ઘણા કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દારા ફાઇનલ પ્લોટ નંબર 67/1, ટીપી સ્કીમ નંબર 2 જાડા, ચીકુવાડી પાસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, શહેર ભાજપ પ્રમુખ ડો વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશક પક્ષના નેતા કુમુદબેન, ગાર્ડન સમિતિના ચેરમેન ડિમ્પલબેન રાવલ, દંડક સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા એક બાદ એક તેમની નામની રાશિને અનુરૂપ વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત લોકોને રોપવા ફ્રી ભેટ આપી વૃક્ષો વાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા સંકલન કરી આવનાર સમયમાં 7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન પણ આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. આગામી ડિસેમ્બર 2022 અંત સુધી ડેન્સ ફોરેસ્ટ તેમજ મિયા વાકી જેવી પદ્ધતિઓ દ્વારા જુદા જુદા પાંચ લોકેશન પર વૃક્ષારોપણ કરી તેનો બગીચા રૂપે વિકાસ કરવામાં આવશે.જેમાં પાથ-વે, સેનિટેશન બ્લોક, સિક્યુરિટી રૂમ, પાણીનો બોર વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ હશે.હાલ મહાવીર પાર્ક અને રવીપાર્ક ખાતે આ બગીચાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જેને ટૂંક સમયમાં જ પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવનાર છે.
આ કાર્યક્રમની શરૂઆત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા કરાઈ હતી અને ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો કાર્યક્રમની પુર્ણાહુતી ગાર્ડન સમિતિના ચેરમેન ડિમ્પલબેન રાવલ દ્વારા આભાર પ્રગટ કરી કરવામાં આવી હતી.