કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સફાઇ કામદારોના પ્રશ્નો ને લઇને ગાંધીનગર નીકળેલા ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજીભાઇ ભગત ના ખબર અંતર પૂછવા સામાજિક સમરસતા સંયોજક શ્રી ચંદ્રકાન્તભાઇ પહોંચ્યા હતા. કોરોના મહામારીમા શ્રી ચંદ્રકાન્તભાઇ અને એમના ધર્મ પત્ની ભાવનાબેને લાલજીભાઇ ને અક્ષીર ઉકાળો પીવડાવીને એમનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી પ્રાર્થના કરી હતી . લાલજીભાઇ સાથે હાજર સૌ લોકોને સમરસતા સંયોજકશ્રી એ બે શબ્દો કહ્યા હતા. સંયોજક શ્રી એ જણાવેલ કે હુ ઇચ્છુ છું કે લાલજીભાઇની યાત્રા પૂરી ન થાય એટલા માટે ન થાય કે જલદીમાં જલદી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવી જાય. લાલજીભાઇ એ જણાવ્યું હતું કે અમારો ખાસ પ્રશ્ન એ છે કે સફાઇ કામદારોને સરકાર તરફથી પૂરતા પૈસા આપવામાં આવે છે પણ એ પુરેપુરા પૈસા કોન્ટ્રક્ટર થી સફાઇ કામદાર સુધી પહોંચતા નથી. એ પૈસા પુરેપુરા પહોંચે એ માટે સફાઇ કામદારોને કાયમી કરવા જોઇએ. તથા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના સફાઇ કામદારોને અગ્રતા આપવાને બદલે છુટા કરી દેવામાં આવે છે તે યોગ્ય નથી અને સફાઇ કામદારોના સ્વાસ્થ્ય માટે સફાઇ માટેના આધુનિક ઉપકરણોની જોગવાઈ કરવી જોઇએ એવું જણાવ્યુ હતું. સમરસતા સંયોજકશ્રી એ સફાઇ કામદારોના પ્રશ્નો ને ગાંધીનગર સુધી પહોંચાડી સુખદ ઉકેલ આવે એ માટે સાથ અને સહકાર આપવાની વાત કરી હતી. સમરસતા સંયોજક શ્રી ચંદ્રકાન્ત પટેલ સાથે ગાંધીનગર વિભાગ કાર્યવાહ શ્રી મહેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ જગદીશભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.