અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જહાજ C 419 દ્વારા હવામાનની પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ મુશ્કેલ સમુદ્રમાં ‘ધન પ્રસાદ’ નામની એક હોડીમાંથી બેભાન થઇ ગયેલા માછીમારને બચાવ્યો છે. આ માછીમારને સલામત રીતે હોડીમાંથી બહાર કાઢવાની કામગીરીનું સંકલન ભારતીય તટરક્ષક દળ સ્ટેશન, પીપાવાવ દ્વારા કરવામાં આવ્યું હતું જેમને જાફરાબાદના માછીમાર એસોસિએશન તરફથી સંદેશો મળ્યો હતો કે, તેમનો એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત સ્થિતિમાં છે. આ માહિતી પ્રાપ્ત થતા જ, ICGએ સંકલિત ઓપરેશનમાં પોરબંદરથી એક હેલિકોપ્ટર લોન્ચ કર્યું હતું અને હાઇસ્પીડ માટે સક્ષમ એક સેઇલ શિપ પણ પીપાવાવથી મોકલવામાં આવ્યું હતું. ઝડપથી સમુદ્રી અને હવામાં હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ ઓપરેશન પછી, ICGના હેલિકોપ્ટરને હોડી મળી આવી હતી અને તેમણે આ બોટ સુધી ઝડપથી પહોંચવા માટે ICGના જહાજને મદદ કરી હતી. ICGના જહાજે તાત્કાલિક ધોરણે મેડિકલ ટીમને માછીમારીની હોડી પર મોકલી હતી અને દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી તેની સ્થિતિ સ્થિર થઇ હતી અને દર્દીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ, ICGનું જહાજ પીપાવાવ બંદરમાં પ્રવેશ્યું હતું અને વધુ સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ જવા અને વધુ તબીબી સંભાળ માટે માછીમાર એસોસિએશનને દર્દી સોંપી દીધો હતો. માછીમારની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 48 કલાકમાં આ બીજી એવી ઘટના છે જેમાં ઇજાગ્રસ્ત માછીમારને ICG દ્વારા સમુદ્રમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે.
સમુદ્રમાં ઇજાગ્રસ્ત બેભાન થયેલ માછીમારનો જીવ બચાવતું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ
Related Posts
રાધનપુર શહેરમાં સાફ સફાઇ નો અભાવ, પાલિકાની સફાઈ કામથી લાટી બજારના વેપારીઓ નારાજ…
એબીએનએસ, રાધનપુર :. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગર પાલિકા ની નિષ્ક્રિય કામગીરી…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ
અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…
હારીજ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે ધુણીયા વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષ.
એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના હારીજ ખાતે ધુણીયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ…
જામનગર રેડક્રોસ સોસાયટી ખાતે પત્રકારો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી…
જામનગર પોલીસનો પ્રશંસનીય પ્રયાસ: પોલીસ, ફોરેસ્ટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાઓ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે મળશે બહુવિધ સુવીધાઓ
જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ, ફોરેસ્ટ, આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની…
દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટરના અઘ્યક્ષસ્થાને યોજાઈ
દેવભુમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની…
માનસિક દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે પુન:મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર
અમદાવાદ, સંજીવ રાજપૂત: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત મહિલા…
કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું કરાયું ઉદ્ઘાટન
એબીએનએસ, હિંમતનગર, હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત…
વિશ્વ શૌચાલય દિવસ : સ્વસ્થ શૌચાલય, સ્વસ્થ જીવન
અમદાવાદ જિલ્લામાં 'આપણું શૌચાલય, આપણું સન્માન' અભિયાનનો શુભારંભ…
અખિલ ભારત હિન્દૂ મહાસભા દ્વારા નાનજીભાઈ ઠાકોર ની મીડિયા સેલના પ્રમુખ તરીકે નિમણુંક કરાઈ..
એબીએનએસ પાટણ: પાટણ અને બનાસકાંઠા જિલ્લાના મિડિયા સેલના પ્રમુખ તરીકે નાનજીભાઈ…