સરકારના પ્રયત્નોથી કલેફ્ટ લિપ ધરાવતા બાળકોને મળી નવી મુસ્કાન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાળકો દેશની આવતીકાલ છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. બાળકની એક મુસ્કાન આપણા દિલને રાહત આપે છે. ક્લેફ્ટ લિપ( કપાયેલા હોઠ) ધરાવતા બાળકોને સ્મિત આપવાનું કાર્ય કર્યું છે અરવલ્લી જીલ્લાની આરોગ્ય ટીમે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કલેફટ લિપ ધરાવતા બાળકોને અમદાવાદ લઈ જઈ તેમનું ઓપરેશન કરાવી બાળકો અને તેના પરિવારના સભ્યોને નવી મુસ્કાન મળી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓને સમજાવી, બાળકોની યોગ્ય તપાસ કરી તેના ઓપરેશન સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓપરેશન બાદ પણ બાળકની સારવાર અંગે તંત્ર દ્વારા સતત માહિતી મેળવવામાં આવે છે.
આ યોજનાની મદદથી મોડાસાના વતની એવા અને સામાન્ય જીવન જીવતા વ્યક્તિના પુત્રને સારવાર આપવામાં આવી. સરકાર અને તંત્રનો આભાર માનતા તેમને જણાવ્યું કે અમને હતું કે બાળકને આ પરિસ્થિતિમાં હેરાન થવું પડશે પરંતુ સરકારે તેની સારવાર કરાવી તેને ખુશહાલ બનાવ્યો છે. હું સરકાર અને જિલ્લા તંત્રનો આભારી છું.
આ યોજનાથી મોડાસાના રહેવાસી અને વેપારીની પુત્રીના કલેફટ લિપ અને કલેફટ પેલેટની સારવાર કરવામાં આવી તેમને તંત અને સરકારનો આભાર માનતા જણાવ્યુકે આ મારી દીકરી માટે મુસ્કાન દાતા સમાન કાર્ય છે.