Breaking NewsLatest

સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે

અમદાવાદ: દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રના વીર જવાનો અને તેમના પરિવારજનો સ્વમાનભેર જીવી શકે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.”

જિલ્લા કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, “આપણે સૌ ઉદાર હ્રદયે યોગદાન આપીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ”.

આ અવસરે જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી શ્રી પલકેશ ચૌધરી,ઓફિસ સુપ્રિટેન્ડેટન્ટ શ્રી કે.કે.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *