ભાવનગર
તળાજા – પાલીતાણા ફોર ટ્રક રોડ ઘણા લાંબા સમયથી જમીન સંપાદનના કારણે વિલંબ થતો હોવા થી આ રોડ ખુબ ખરાબ બિસ્માર બનતા ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ડૉ. ભારતીબેન શિયાળની રજુઆત અન્વયે જમીન સંપાદન કાર્ય ઝડપ થી પૂર્ણ થાય અને ફોર ટ્રેકનું કામ શરૂ થાય ત્યારે હાલ રીપેરીંગ કામ શરૂ કરવા માટે આજે તળાજા માર્કેટિંગ યાર્ડ થી પ્રારંભ કરવામાં આવ્યો. BJP રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ સહીત જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, માંગરોળ પુર્વ ધારાસભ્ય ભગવાનભાઈ કર્મટિયા સહીત તળાજા તાલુકા ભાજપા અધ્યક્ષ જોરસંગભાઈ પરમાર,તળાજા માર્કેટિંગ યાર્ડ ચેરમેન ભીમજીભાઈ પંડીયા તાલુકા મહામંત્રી ઘનશ્યામભાઈ બારૈયા, ધીરુભાઈ મકવાણા સહીત તાલુકા-શહેરનાં હોદેદારોની ઉપસ્થિતમાં પ્રારંભ કરાયો.
રિપોટ બાય અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર