Breaking NewsLatest

સાણંદની સી.કે.પટેલ હાઈસ્કૂલમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ ૮૫ વિધાર્થીઓને આવકાર્યા

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં આકસ્મિક આવી પડેલી કોરોના મહામારીને કારણે લોકડાઉન અને શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. આ મહામારીને કારણે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ૯ મહિનાનું લાંબુ વેકેશન લાગું કરવામાં આવ્યુ હતું. પરતુ હવે રાજ્યમાં કોરોનાની તીવ્રતા ઓછી થતા અને રિકવરી રેટ વધતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને શાળામાં ઓનલાઇન શિક્ષણની સાથોસાથ આજથી ઓફલાઈન શિક્ષણ શરું કરવામાં આવ્યું છે.

સાણંદ ખાતે આવેલ શેઠ સી.કે.હાઈસ્કૂલમા ધો ૧૦/૧૨ ના ૮૫ વિધાર્થીઓને પુનઃ પ્રવેશ આપતા રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે: “ગુજરાત રાજ્યમાં માર્ચ – ૨૦૨૦ ના છેલ્લા અઠવાડિયાથી શાળા-કોલેજોમાં ખૂબ જ લાંબુ નવ માસ‌ કરતા વધારે સમયનું વેકેશન લાગુ કરવામાં આવ્યું હતુ. જે વિદ્યાર્થીઓના માતા-પિતાએ સંમતિ આપી છે તેવા જ વિધાર્થીઓ શાળામા આવીને અભ્યાસ કરશે. જયારે અન્ય બાકી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.

આ પ્રસંગે વિભાવરીબેન દવેએ વર્ગખંડની મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ બંને હાથને સેનેટાઈઝર કેવી રીતે કરવા તેની જાણકારી આપી હતી તદુપરાંત વિદ્યાર્થીઓને પાણીની બોટલ કે નાસ્તો એકબીજાને શેર ન કરવા ખાસ સુચના આપી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકગણોને પણ વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવા કહ્યું હતું.

નવ મહિનાના લાંબા અંતરાલ બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમા ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે શાળાનાં આચાર્યશ્રી મુકુંદભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ગ્રામ્યના DEO શ્રી રાકેશભાઇ વ્યાસ,સાણંદ તાલુકાના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા,.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *