કપિલ પટેલ અરવલ્લી
સાબરકાંઠા જિલ્લામાં મા અમૃતમ/ મા વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ૨૨ પ્રાયવેટ હોસ્પીટલોમાં અલગ અલગ સ્પેશીયાલીટીની સારવાર આપવામાં આવે છે. જાહેર જનતાને આયુષ્યમાન કાર્ડ બનાવવા નજીકના ગ્રામ પંચાયત, સસ્તા અનાઝની દુકાન તથા સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
હોસ્પિટલોના નામ
શેઠ કે. એલ ટ્રસ્ટ હોસ્પિટલ, ખેડબ્રહ્મા, સ્ત્રીને લગતા ઓપરેશન, દાંતની સેવાઓ, (૨)અંજલી ટ્રસ્ટ હોસ્પિટલ રણાસણ – તલોદ,નાના બાળકોને લગતી સારવાર,(૩) રાજ સર્જીકલ હોસ્પિટલ ગીરધરનગર હિંમતનગર જ. સર્જરી, યુરોલોજી, (૪) મધુર હોસ્પિટલ ડોક્ટર હાઉસ ઈડર, ઇ.એન.ટી (૫) પૂજન ઓર્થોપેડિક હોસ્પિટલ આરોગ્યનગર હિંમતનગર (૬) શક્તિ ઓર્થોપેડિક હોસ્પિટલ ઈડર (૭) જે. કે ઓર્થોપેડિક હોસ્પિટલ ગીરધરનગર – હિંમતનગર (૮) આસ્થા સર્જીકલ હોસ્પિટલ ઈડર, યુરોલોજી (૯) ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ પીપલોદી હિંમતનગર ડાયાલિસિસ,પોલીટ્રોમા, દાંતને લગતી સારવાર (૧૦) મેડીસ્ટાર હોસ્પિટલ સહકારી જીન રોડ હિંમતનગર નવા જન્મેલા બાળકો અને હદયને લગતી સારવાર (૧૧) આવિષ્કાર ડાયાલિસિસ સેન્ટર મોતીપુરા – હિંમતનગર ડાયાલિસિસ (૧૨) ભાગ્યોદય ટ્રસ્ટ હોસ્પિટલ બસસ્ટેન્ડ હોસ્પિટલ જ. સર્જરી, જ. મેડિસિન, નેફરોલોજી (૧૩) શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ ઈડર (૧૪) નીલકંઠ સર્જીકલ હોસ્પિટલ સિવિલ સર્કલ હિંમતનગર જ. સર્જરી (૧૫) ઇફ લાઈન મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઈડર પોલીટ્રોમા, જ. સર્જરી (૧૬) સંજીવની હોસ્પિટલ ગિરધરનગર – હિંમતનગર નવા જન્મેલા બાળકો માટે હોસ્પિટલ (૧૭) ડો. ત્રિવેદી હોસ્પિટલ ઈડર નવા જન્મેલા બાળકો માટે હોસ્પિટલ (૧૮) સ્મૃતિ હોસ્પિટલ ખેડબ્રહ્મા નવા જન્મેલા બાળકો માટે હોસ્પિટલ (૧૯) કેર & ક્યોર હોસ્પિટલ બાયપાસ રોડ હિંમતનગર ઓર્થોપેડિક, પોલીટ્રોમા, જ. સર્જરી (૨૦) હૃદયમ હોસ્પિટલ પોલિટેકનિક રોડ હિંમતનગર હૃદયને લગતી સારવાર (૨૧) નિયો કેર હોસ્પિટલ ઈડર નવા જન્મેલા બાળકો માટે હોસ્પિટલ (૨૨) શંકુ – કેન્સર હોસ્પિટલ નવી સિવિલ ની સામે હિંમતનગર કેન્સરને લગતી સારવાર