Latest

ઉમિયા કેમ્પસ સોલા ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સંચાલિત શ્રી ઉમિયા કેમ્પસ સોલા ખાતે અમદાવાદ શહેર ની ૧૦૦૦ ઉપરાંત મહિલા સંગઠન ના દરેક વોર્ડ ના હોદ્દેદાર અને કાર્યકર બહેનો દ્વારા ઉમિયાધામ સોલા ખાતે નવનિર્માણ પામનાર ઉમિયા માતાજી મંદિર તથા વિવિધ પ્રવૃતિઓ ની કામગીરી માં તન મન ધન થી સાથ સહકાર આપી પોતાની ફરજ નિભાવવા બદલ દરેક માતૃશક્તિ કર્મઠ બહેનો ને વિશ્વ મહિલા દિન નિમિત્તે રસોઈ મસાલા ની કીટ વિતરણ કરી સન્માનિત કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના માનદમંત્રી શ્રી દિલીપભાઈ પટેલ તથા સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સાથે મહિલા સંગઠન ચેરમેન તથા કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ ઉપસ્થિત રહી સૌ હાજર બહેનો ને અભિનંદન સાથે વિશ્વ મહિલા દિન ની શુભેચ્છાઓ પાઠવી મા ઉમિયા પ્રત્યે ની અતુટ શ્રધ્ધા અને આસ્થા સાથે ભવિષ્યમાં સોલા વિકાસ અને જરૂર પડ્યે ત્યાં સેવા આપવા કટિબદ્ધ થવા હાકલ કરી હતી…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *