Breaking NewsLatest

સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણા ખાતે યોજાયો એકતાલિશ વર્ષમાં પ્રથમ વખત મિત્રોનો મેળાવડો

આજે સીધેશ્વર વિદ્યાલય ટીમાણા ખાતે મિત્રોનો મેળાવડો કાર્યક્રમ યોજાયો 1980 માં સ્થાપીત કરેલ શ્રી સિદ્ધેશ્વર વિદ્યાલય માં આજ સુધી 6000 થી વધારે વિધાર્થીઓએ અભ્યાસ કર્યો છે મુખ્ય મહેમાન કનુભાઈ બારૈયા ધારાસભ્ય તળાજા તેમજ મહેશભાઈ એસ. ધાંધલ્યા બિ.એમ કોમર્સ કોલેજ ભાવનગર તેમજ અતિથિ નીકિતાબેન કુંચલા વ્યાસ અનેક એવોર્ડ થી સન્માનિત ભૂત પૂર્વ શિક્ષકો તેમજ આચાર્ય શાળા ના ટ્રસ્ટી શ્રી તેમજ હાલ ના સમગ્ર સ્ટાફ તેમજ 41 વર્ષમાં અભ્યાસ કરેલા ખુબ મોટી સંખ્યામાં પધારેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા દીપ પ્રાગટ્ય , પ્રાથના ,સન્માન ,સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થી ના અનુભવ અને ઘડતર બાદ સ્વરૂચી ભોજન સાથે લીધું હતું આ કાર્યક્રમ 41 વર્ષમાં પ્રથમ વખત થવાથી ભૂત પૂર્વ વિધાર્થી અને શૈક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાએ માત્ર ભણતરજ નહિ પણ વિદ્યાર્થીઓનું ઘડતર પણ કર્યું છે એક વિદ્યાર્થીએ પોતાના અનુભવ માં કહ્યું કે છેલ્લી પાટલીએ બેસીને ભણવાનો આનંદ અનેરો હતો પણ છેલ્લી પાટલીએ બેસીને આજે પ્રથમ હરોળ માં બેસવા મળે છે તે યશ શ્રી સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણા છે

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *