Breaking NewsLatest

સુરતની સૌથી જૂની અને લોકપ્રિય છેલ્લા 42 વર્ષની વિરાસત ધરાવતી આભા લેબોરેટરી સાથે સંયુક્ત સાહસની જાહેરાત ભારતની ટૉપ 4 પૈકીની એક એવી ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ પ્રા. લિ. લેબોરેટરી ચેઈન દુનિયાના વિવિધ દેશો જેવા કે ભારત, સાઉથ આફ્રિકા, યુએઈ અને અમેરિકામાં 2000 કરતા પણ વધારે કલેક્શન સેન્ટર્સ અને 150 કરતા પણ વધારે લેબ ધરાવે છે. સુરતની જૂની અને જાણીતી લેબોરેટરી પૈકીની એક એવી આભા લેબોરેટરી સાથે સુરતમાં જોઈન્ટ વેન્ચર કરી એક સેન્ટ્રલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ન્યુબર્ગ આભા ક્લિનિકલ લેબોરેટરી પ્રા.લિ. નામની નવી કંપનીના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય શ્રીમતી દર્શના જરદોશ (રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી-ભારત સરકાર), ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જીએસકે વેલુ, ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સંદીપ શાહ, ન્યુબર્ગ સુપ્રાટેક રેફરન્સ લેબોરેટરીના ડિરેક્ટર ડૉ. ભાવિની શાહ, ન્યુબર્ગ આભા ક્લિનિકલ લેબોરેટરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કિરીટ નાયક અને ન્યુબર્ગ આભા ક્લિનિકલ લેબોરેટરીના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડૉ. પ્રશાંત કે નાયક હાજર રહ્યા હતા.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જીએસકે વેલુએ આ પ્રસંગે વાત કરતા જણાવ્યું હતુ કે, સુરતમાં સારી ગુણવત્તા ધરાવતી અને સૌથી જૂની એવી આભા લેબોરેટરી 42 વર્ષથી સેવામાં કાર્યરત છે. ડૉ. કિરીટ નાયક અને અને ડૉ. પ્રશાંત નાયક સાથે હાથ મિલાવતા ન્યુબર્ગ ખુબ જ ખુશ છે. ગુજરાતમાં સુરત અને આસપાસના જિલ્લાઓમાં આભા લેબોરેટરી લોકોની સેવામાં હંમેશાં અગ્રણી રહી છે. આ જોઈન્ટ વેન્ચરનો મુખ્ય હેતુએ છે કે સમાજના વિવિધ તબક્કાના લોકોને સસ્તા દરે લેટેસ્ટ ટેક્નોલોજી સાથે લેબ ટેસ્ટની સુવિધા મળી રહે. આ જોડાણ ડાયગ્નોસ્ટિક અને વેલનેસ સેગમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના દરેક જિલ્લામાં ન્યુબર્ગના ફૂટપ્રિન્ટને વધુ વેગ આપશે.


ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.સંદિપ શાહે કહ્યું હતુ કે ”ન્યુબર્ગ પરિવારમાં આભા લેબોરેટરીનું સ્વાગત છે. આ જોઈન્ટ વેન્ચર સાથે અમે સુરત અને દક્ષિણ ગુજરાતમાં મેડિકલ સંસ્થા સાથે જોડાયેલા લોકોને અદ્યતન અને ગુણવત્તાયુક્ત ટેસ્ટિંગની સુવિધા આપવા માટે આતુર છીએ. દેશના દરેક ભાગમાં નિદાનથી લઈને સારવાર સુધીની શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાની જરૂરિયાત છે, તેમાં પણ ખાસ કરીને ટાયર-2 સિટીમાં વધુ જરૂર છે.”

ન્યુબર્ગ આભા ક્લિનિકલ લેબોરેટરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કિરીટ નાયકે જણાવ્યું હતુ કે ”સમુદાયને સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ સેવા પૂરી પાડવાની આ સફરમાં ન્યુબર્ગ સાથે હાથ મિલાવીને અમને ખુબ આનંદ થાય છે કે જ્યાં ‘દર્દી પ્રથમ’ એ અમારું એકમાત્ર સૂત્ર છે. આ જોઈન્ટ વેન્ચર સાથે અમે ન્યુબર્ગના એક્સપર્ટ જ્ઞાન અને નવી જનરેશનની ટેક્નોલોજીના ઉપયોગથી સુરતના લોકોને વધુ સારી ગુણવત્તા યુક્ત હેલ્થસેવા પૂરી પાડી શકીશું. અમે ટુંક સમયમાં જ અમારા કેન્સર ટેસ્ટિંગ અને ટેસ્ટ માટેના જનજાગૃતિ અભિયાનનો ઉચ્ચ સ્તરે વિસ્તાર કરીશું. સ્થાનિક સ્તર પર હિસ્ટોપેથોલોજી અને મોલિક્યૂલર માટે પણ અદ્યતન ટેસ્ટિંગની સુવિધા શરૂ કરાશે.”

સુરતની જનતાને સસ્તા દરે ઉચ્ચ કક્ષાની લેબોરેટરી ટેસ્ટની સુવિધા મળી રહે તે માટે ન્યુબર્ગ અને આભા વચ્ચે જોઈન્ટ વેન્ચર કરાર થયા છે, જેમાં નવી જનરેશન માટેના ટેસ્ટની રજૂઆત કરવામાં આવી છે. સુરતના રિંગ રોડ પર આવેલી સેન્ટ્રલ લેબમાં દરરોજના 2500-3000 જેટલા સેમ્પલ લેવા અને તેની આગળની પ્રક્રિયા હાથ ધરવા સજ્જ છે અને આપવામાં આવેલા ટર્નઅરાઉન્ટ સમયની અંદર સર્વોત્તમ-ઈન-ક્લાસ ગુણવત્તા આપવા આવશે જે પરીક્ષણ થી પરીક્ષણ અલગ હોય છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 6 મહિનામાં 15થી 20 જેટલા નવા કલેક્શન સેન્ટર શરૂ કરવાની લેબની યોજના છે. જેથી લોકોને હેલ્થ ચેક-અપ, હોમ કલેક્શનની સુવિધા મળી રહેશે. હોમ કલેક્શન માટે બુકિંગ અને અન્ય સર્વિસ વિષે જાણવા માટે તેઓ અમારા ટોલ-ફ્રી નંબર
0261-3500124/500 સંપર્ક કરી શકે છે. આ સાથે વંચિતો, સિનિયર સિટીઝન અને નિવૃત્ત આર્મી જવાનો માટે પ્રાથમિકતા સાથે ખાસ ધ્યાન આપવામાં આવશે. હોસ્પિટલ્સ માટે જરૂરી સ્પેશિયલ ટેસ્ટિંગ, નર્સિંગ હોમ્સ અને દક્ષિણ ગુજરાતની નાની લેબોરેટરીઓ પર આ લેબનું ખાસ ધ્યાન રહેશે. તેમજ ન્યુબર્ગ ગ્રૂપ ભવિષ્યના ટેસ્ટને ધ્યાનમાં રાખતા જિનોમિક્સ, પ્રોટિઓમિક્સ, મેટાબોલોમિક્સ, મોલેક્યુલર બાયોલોજી અને ડિજિટલ પેથોલોજી પર પણ કાર્ય કરશે.

ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સે સુરતમાં હાજરીને ચિહ્નિત કરવા આભા લેબોરેટરી સાથે હાથ મિલાવ્યા

આગામી છ મહિનામાં 15-20 કલેક્શન સેન્ટર શરૂ કરવાનું આયોજન

વંચિતો, સિનિયર સિટીઝન, નિવૃત આર્મી જવાનનો પ્રાથમિકતા આપી ખાસ ધ્યાન અપાશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *