જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા રક્ષામંત્રી રાજનાથસિંહ
ભુજ, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની…
કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
ભુજ: સંજીવ રાજપૂત: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે…
હારીજ તાલુકામાં ICDS વિભાગ દ્વારા સખી- સહસખી મોડ્યુલ તાલીમ યોજાઈ…
પાટણ. એઆર. એબીએનએસ : પાટણ ના હારીજ તાલુકાના નાણા ,અડીયા , દુનાવાડા,તેમજ હારીજ…
દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત: ગુજરાતે દાખલો બેસાડ્યો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે…
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના…
શહેરોની સૂચિત સોસાયટીઓના દસ્તાવેજીકરણને લઈને મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને…
જામનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાની દેશભક્તિમાં રંગાયા નાગરિકો
જામનગર, સંજીવ રાજપૂત: પહેલગામ ના આતંકવાદી હુમલામાં જે ૨૬ પરિવારોએ પોતાના પુરુષ…
અમદાવાદ હાટ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫’નો શુભારંભ કરાવ્યો
અમદાવાદ, સંજીવ રાજપૂત: કૃષિ મંત્રી રાઘવજી પટેલે અમદાવાદ હાટ ખાતે 'કેસર કેરી…
જામનગર જીલ્લા પંચાયત ખાતે સરપંચો અને તલાટીમંત્રીઓ માટે સિવિલ ડીફેન્સ અંગે તાલીમનું આયોજન કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જીલ્લા પંચાયત ખાતે ૧૦૨ જેટલા ગામડાઓના સરપંચઓ અને…
આજથી ગુજરાત સાયન્સ સિટીમાં નવું નજરાણું :
અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી…