ગારીયાધારની ૧૦૮ મા લિલીયા તાલુકાના ઈગોરાળા ગામનો વાડી વિસ્તારનો મજૂરી કરતા પરપ્રાતિય દદી દક્ષાબેન દિનેશભાઈ નાયકને ડિલીવરીનો દુખાવો ઉપડેલ. આ સમગ્ર બાબતે ગારીયાધાર ટીમ ત્યા પહોંચેલ.
જેમાં સમગ્ર બાબતે ઘટનાસ્થળ ઉપરથી ૧૦૮ લઈને હોસ્પીલ જવા નિકળેલ ત્યારે અચાનક વરસાદ અને પવન કુકાવા લાગ્યો ત્યારે દર્દી ને અતિશય ડિલીલરીનો દુખાવો ઉપડતા એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી કરવાની ફરજ પડી હતી તો ઈ.એમ.ટી ડાભી અજ્ય ભાઈ અને પાયલોટ સંદિપસિહ સોઠા એ ડિલીવરી કરાયેલ ડિલીવરી સમયે બાળકના ગળામાં નાળ વિટળાય ગયેલ હોય અને બાળક રડતુ ન હોય તો તાત્કાલીક ઓફિસ પર રહેલા ડોકટરની સલાહ લઈ ઓક્સીજન. બેબી કેર. સકશન કરીને બાળકને બચાવેલ અને માતા બાળક બંન્નેને ચારવાર આપીને સામુહિક આરોગ્ય કેન્દ્ર ગારીયાધાર પહોંચાડેલ અને જીવ બચાવેલ
બિપોરજોય વાવાઝોડાને પગલે ગારીયાધાર ૧૦૮ ટીમે પૂવતૈયારીમાં છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટેની આપત્કાલીન ડિજાસ્ટરની તૈયારીમાં જોવા મળી રહી છે. અને કોઈપણ બનાવ. ઈમરજન્સી બને તો તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપક કરવા વિનંતી કરી છે.
રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર