રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત 108 ઈમરજન્સી સેવા હર હંમેશ લોકોનો જીવ બચાવવા માટે તત્પર અને તૈયાર રહેતી હોય છે અને માનવજીવન બચાવવાના આ મહાન યજ્ઞમાં પોતાનો ફાળો હંમેશા આપતી હોય છે
તેના જ ભાગરૂપે આજરોજ તારીખ 30/11/2023 ના રોજ બપોરે 01:00 વાગ્યા ની આજુબાજુ વડોદગામ પાંડેસરા પાસેનો એક સગર્ભા મહિલાની ઇમરજન્સી નો કેસ યુએચસી વડોદ 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવાને મળ્યો હતો અને ગણતરીના સમયમાં 108 ઇમરજન્સી સેવા ત્યાં પહોંચી ગઈ હતી
ત્યાં જઈને માતાને ચેક કરતા જણાયું કે માતાને આ બીજી ડીલેવરી હતી તેમની ઉંમર 24 વર્ષ હતી અને તેમને અસહ્ય દુખાવો પણ હતો ત્યારબાદ માતાને એમ્બ્યુલન્સ ની અંદર લેતા ની સાથે જ થોડીક મિનિટોમાં માતાની ડીલેવરી એમ્બ્યુલન્સ ની અંદર જ કરાવવાની ફરજ પડી હતી
108 ઈમરજન્સી સેવાના મેડિકલ ટેકનીશીયન રાજેશભાઈ રાવળ તેમજ 108 ઈમરજન્સી સેવાના પાયલેટ ગુલસિંગભાઇ મળીને માતાની સફળ પ્રસુતિ 108 ઈમરજન્સી સેવા ની અંદર જ કરાવી હતી માતાએ સ્વસ્થ બેબી ગર્લને જન્મ આપ્યો હતો
જો કે જન્મ લેનાર બાળકીના ગળામાં ગર્ભનાળ વિંટળાયેલ સ્થિતિમાં હોઈ મેડિકલ ટેકનીશીયન દ્વારા નાળ છૂટી કરાયા બાદ 108 ઇમરજન્સી સેવાના મેડિકલ ટેકનીશીયને બાળકને ઇ.આર.સીપી ડોક્ટર જે ડી પટેલની સલાહ મુજબ મધર કેર અને યુટ્રીન મસાજ આપીને માતાને બાળકને સલામત રીતે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કર્યા હતા હાલમાં બાળક અને માતાની તબિયત સારી છે અને બંને સ્વસ્થ છે આ અંગેની માહિતી 108 ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર એ આપી હતી