પાટણ, સંજીવ રાજપૂત: પાટણ જિલ્લા ખાતે ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જન જાગૃતિ લાવવા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ખાસ ઉજવણી કરવામાં આવશે. આ માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા સારૂ અને સામાન્ય જનતામાં આ બાબતની જાગૃતિ કેળવવા સારૂ દરેક તાલુકા અને આયુષ્માન આરોગ્ય મંદિર કક્ષાએ આ વિષયને લગતી પ્રવૃતિઓ કરવામાં આવશે.
આ પ્રવૃતિઓમાં અલગ-અલગ આરોગ્ય વિષયક બાબતની ચર્ચા તથા કુટુંબ કલ્યાણ વિષે લક્ષિત દંપતિઓ સાથે સંમપરામર્શ કરવો. જેમાં લગ્ન નિયત ઉંમર બાદ કરવા, લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહી. બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાગી વિકાસમાં નાના કુટુંબોનો ફાળો વગેરે બાબતો ઉપર ભાર પૂર્વક ચર્ચા કરવી. આ તમામ બાબતોને માતા મરણ અને બાળ મરણ ઘટાડવામાં કેવી રીતે સાંકળી શકાય તેની પણ સમજણ આપવામાં આવશે.
ચાલુ વર્ષ માટેનુ “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫” ની ઉજવણી તા. ૦૭/૨૦૨૫ થી ૧૮/૦૭/૨૦૨૫ દરમ્યાન જીલ્લામાં સ્લોગન (સુત્ર) “માઁ બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય” (“Healthy Timing & spacing between pregnancies for planned parenthood”) થીમ હેઠળ પાટણમાં વિશ્વ વસ્તી ઝુંબેશની ઉજવણી કરવામાં આવશે.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થાઓ વચ્ચે યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે.
આ ઝુંબેશ દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, શહેરી સ્થાનિક સંસ્થાઓ, સ્વ-સહાય જૂથો, તથા સાસ-વહુ સંમેલનો જેવા સમુદાય આધારિત પ્લેટફોર્મ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજવાની અને તેના અસરકારક પ્રચાર-પ્રસાર માટે ડિજિટલ પ્લેટફોર્મ (જેમકે સોશિયલ મીડિયા, રેડિયો, ટીવી) તથા મીડિયા ચેનલો વગેરેનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ ઝુંબેશમાં સક્રિય સેવા કરનાર અને સહકાર આપનારના યોગદાનની યોગ્ય કદર કરી, સેવા દરમ્યાનના વિવિધ તબક્કે તેમની મહેનત અને નવીન વિચારોનું સન્માન કરશે. તેથી, આ ઝુંબેશના ઉદ્દેશ્યો પૂર્ણ થાય તે જરૂરી છે. અન્ય આધુનિક કુટુંબ નિયોજન સેવાઓ અને ઉપલબ્ધ સુવિધાઓની વિશે આઈઈસી/એસ.બી.સી.સીનાં માધ્યમ થકી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવશે. વધતી જતી વસ્તીથી ઉભા થતા પ્રશ્નો અંગે જાણકારી આપવા તથા કોન્ટ્રાસેપ્ટીવ યુટીલાઇઝેશન વધારવા બાબતે તેમજ કુટુંબ નિયોજન સેવાઓ IUCD Insertion, Contraceptive injectable MPA. tubectomy. Vasectomy, etc. આપવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
કુટુંબ નિયોજન મહત્વ વિશે જન જાગ્રુતિ લાવવા માટે નીચે મુજબની મુખ્ય પ્રવુતિઓ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરિસંવાદોનું આયોજન કરવું. યોગ્ય સંગર્ભાવસ્થા અંતરના ફાયદાઓ વિશે પરિવારોને માહિતગાર કરવા માટે ઘરે-ઘરે મુલાકાતો દ્રારા. સમુદાય સુધી પહોચવા માટે સોશિયલ મીડિયા અને અન્ય ડિજટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.
દરેક તાલુકા કક્ષાએ સ્ત્રી નસબંધી કેમ્પનું આયોજન કરવામાં આવશે. દરેક સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધિતીઓ જેવીકે આંકડી, ગર્ભ નિરોધક ઈન્જેકશન (અંતરા), ગોળીઓ, નિરોધ, ઈમરજન્સી પીલ્સની સેવાઓ ઉપલબ્ધ હોય દરેક નાગરીકે આ સેવાઓનું વિના મુલ્યે લાભ લેવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.પટેલ તથા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ડી.બી.પટેલ દ્વારા આહવાન કરેલ છે .