અમદાવાદ: ઉતરાયણ પર સ્વાભિમાન ગ્રુપ દ્વારા સતત નવમાં વર્ષે પણ પક્ષીઓને બચાવવાનું અને તેમના ઉપચાર કરવાનું કેમ્પ આયોજિત કરવામાં આવશે. આ કેમ્પ ૧૪મી જાન્યુઆરીએ સવારે 10:00 કલાકે શરૂ કરવામાં આવશે.
પક્ષીઓની સેવા માટે ચાલતા આ મહાયજ્ઞ માં સ્વાભિમાન ગ્રુપના આશરે 50થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવામાં રહે છે. છેલ્લા 8 વર્ષમાં સ્વાભિમાન ગ્રુપ દ્વારા આશરે 800થી વધુ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે.
ગ્રુપના કાર્યકરો જ્યારે પણ ઘાયલ પક્ષીઓ માટે કોલ આવે ત્યારે સ્થળ પર પહોંચી જઈને પક્ષીઓને બિલ્ડીંગો અને વૃક્ષો પરથી ઉતારીને કેમ્પ પર લાવે છે. તરત જ સ્વાભિમાન ગ્રુપની ટીમ દ્વારા પક્ષીઓનું પ્રાથમિક ઉપચાર કરવામાં આવે છે. ત્યારબાદ જરૂર જણાય ગંભીર પક્ષીઓને જીવદયા ફાઉન્ડેશન પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવે છે અને ત્યાં આ પક્ષીઓનો સંપૂર્ણ ઉપચાર કરી તેમને સાજા કરવામાં આવે છે.
સ્વાભિમાન ગ્રુપ પક્ષી ઉપચાર કેન્દ્ર નું સરનામું:
કે કોફી ડે ની બાજુમાં આશ્રમ રોડ જુનાવાડજ અમદાવાદ
સમય સવારે 10:00 કલાકે શુભારંભ