Latest

અક્ષરવાડી શ્રી સ્વામિનારાયણ મંદિરનાં 17માં પાટોત્સવ પ્રસંગે મહાપૂજા વિધિ સંપન્ન…….

ભાવનગરનાં અક્ષરવાડી રોડ સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના 17માં પાટોત્સવ નિમિતે પંચદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત રવિવારનાં રોજ સંસ્થાના સદગુરૂવર્ય પૂજ્ય ઘનશ્યામબાપાની ઉપસ્થિતીમાં મહાપૂજાની વિધિ સંપન્ન થઇ હતી. આ મહાપૂજાની વિધિમાં 400 કરતાં વધારે હરિભક્તોએ લાભ લીધો હતો.

આ મહાપૂજાની વિધિ બાદ સારંગપુરની સંગીત શાળાનાં સંગીતજ્ઞ સંતો દ્વારા ખુબ જ સુંદર કીર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર કીર્તન ભક્તિ દ્વારા શહેરના ભાવિક ભક્તો રસ તરબોળ થયાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *