Breaking NewsLatest

174 લોકો ને જીવનદાન આપી મનાવ્યો ભજનશ્રેષ્ઠી હેમંત ચૌહાણે પોતાનો 67 મો જન્મદિવસ

આજે સમગ્ર ગુજરાત તેમજ ભારત નું ગૌરવ ભજનિક શ્રી હેમંત ચૌહાણ ના 67 માં જન્મદિન અવસરે રકતદાન કેમ્પ નું આયોજન થયું હતું. રાજકોટ ના અગ્રણી કલાકારો, ફિલ્મ અભિનેતાઓ અને સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા..


10 વાગ્યા થી 2 વાગ્યા સુધીમાં અનેક રક્તદાતા એ પોતાનું રક્ત નું અમૂલ્ય દાન કરી સમાજ માં માનવતા નું ઉદાહરણ આપ્યું હતું.હેમંત ભાઈ ના પરિવારજનો એ પણ રક્તદાન કરી આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું..કોરોના કાળ પછી રક્ત ની અવિરત જરૂર હોવાથી હેમંત ભાઈ એ સર્વે ને રક્તદાન માટે અપીલ કરી હતી..


સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ સંસ્થા તેમજ વિનય જસાણી એ સમગ્ર રક્તદાન ની જવાબદારી ઉપાડી હતી.રાજકોટ ની સેવાભાવી સંસ્થા બોલબાલા ચેરીટેબલ ના જયેશભાઇ ઉપાધ્યાય એ પણ દરેક રક્તદાતા ને પ્રોત્સાહિત કર્યા હતા,વિશેષ સહયોગ Hdfc બેંક તરફથી મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *