સાથે વાચકોના હૃદયમાં સ્થાન મળે અને 47 લાખથી વધુ માત્ર એક મહિનાના વ્યુઅર્સ મળે, ડોલર્સમાં કમાણી મળે, અને મિલિયન લોકો વિડિઓ જુવે તે ખૂબ જ ગર્વની અને છાતી ગજ ગજ ફૂલે તેવી વાત છે. આ એટલા માટે શેર કરું છું કે જે સ્ત્રી સયુંકત પરિવારમાં રહીને વડીલોની બાળકોની સેવામાં આખો દિવસ પસાર કરે છે તે પગભર થવા ઈચ્છે તો પણ જવાબદારીઓથી મુક્ત થઈને નથી થઈ શકતી. ત્યારે મારે કહેવું છે કે તમારી અંદર રહેલા સત્વને બંધ બારણેથી પણ દુનિયા સમક્ષ મૂકી શકો છો. અને કોઈ તૂટેલા જીવને મજબૂત બનાવી શકો છો.
મને ઘણાં લોકો કહેતા કે આવું લખીને શું મળે છે ત્યારે એ લોકોને ખૂબ વિનમ્રતાથી મારે જવાબ આપવો છે કે મને ખુબ મળે છે. લોકોની સદચાહના અને લોકોના આશીર્વાદથી ખૂબ કાર્યો કરી શકી છું. હું મારાથી થતા જે રાષ્ટ્રહિતના કાર્યો કરી શકું છું તેની પાછળ ચોક્કસ પોતાના કે પારકા લોકોના હૃદયનો રાજીપો અને આશીર્વાદ જ કામ કરે છે.
એક સમય હતો કે જ્યારે કોઈ કાર્યક્રમમાં જવાનું થાય તો પેટ્રોલના પણ ના થતા અને આજે ક્યાંય જાઉં તો કંઈક ને કંઈક દાનતથી દાન આપીને આવું છું. આ ખોળિયાને મળેલા આશીર્વાદ જ કામ કરે છે. પ્રતિષ્ઠિત થવાની ભૂખ બિલકુલ નથી બસ લોકોનો સદભાવ ટકી રહે તે માટે હંમેશા આજીવન પ્રયત્નશીલ રહીશ.
આજીવન આપ સૌના આશીર્વાદ અને રાજીપો મળતો રહે તેમજ મને મળેલું સહૃદય જરૂરિયાતમંદ સુધી પહોંચતું રહે બસ તેવી પ્રાર્થના. જીવન એવું જીવવું કે કોઈના ઉપયોગમાં આવી શકો.
આ વર્ષે એક સંકલ્પ કરજો કે, “હું તન મન અને ધનથી રાષ્ટ્રને સમર્પિત થઈશ, રાષ્ટ્રહીત મારા માટે સર્વોપરી રહેશે.”
– અંકિતા મુલાણી “રિચ થીંકર”©