Latest

40 વર્ષ ઉપરાંત કર્મઠતાથી નિરંતર કામ કરી રહેલ હોંશીલા કર્મચારી કાંતિભાઈ ભટ્ટીની ફરજ નીવૃતિ અન્વયે પદાધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સન્માનિત કરાયા

આજરોજ 31મી ડિસેમ્બરના રોજ જૂનાગઢ મનપામાં સેક્રેટરી શાખામાં પટાવાળા તરીકે કામગીરી કરી રહેલા શ્રી કાંતિભાઈ સી.ભટ્ટી 40 વર્ષ ઉપરાંતની ફરજ બજાવી ફરજ નિવૃત્ત થય રહ્યા હોઈ, સાથોસાથ તેઓનો આજે શુભ જન્મદિન પણ હોઈ

જૂનાગઢ મનપામાં ખંત અને નિષ્ઠા પૂર્વકફરજ બજાવીને જોષીપરા બ્યુરો સમયના કર્મચારી કાંતિભાઈ ભટ્ટીએ વર્ષો સુધી ટુંકી મુદતના વિવિધ સમિતિઓ, સ્ટેન્ડિંગ કમિટી, જનરલ બોર્ડ ની મીટીંગ તમામ જૂનાગઢ નગરપાલિકા અને મહાનગરપાલિકાના કોર્પોરેટરોને બજાવ્યા હોઈ જેમાં 40 વર્ષ સુધી એકપણ ક્ષતિ કે ચૂક ના કરનાર આવા કર્મઠ કર્મચારીના ફરજ નિવૃત્તિ અને જન્મદિન દ્વિવિધ પ્રસંગે એમનું મોં મીઠું કરાવી

જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા , સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર શ્રી ગોપાલભાઈ રાખોલિયા, અગ્રણી શ્રી યોગીભાઇ પઢીયાર, સેક્રેટરી શ્રી કલ્પેશભાઈ ટોલિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પીએ શ્રી વિરાટ ઠાકર, સહાયક શ્રી કમલેશભાઈ મહેતા, તથા સ્ટાફના શ્રી વિશાલભાઈ શ્યારા, સાગરભાઈ મુરબિયા દ્વારા હર્ષ અને ઉમંગ સાથે સન્માનિત કરી શાલ ઓઢાડી, મોં મીઠું કરાવી અને અભિવાદિત કરેલ.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 584

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *