Latest

૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે વિનામૂલ્યે મુસાફરીની વિશેષ વ્યવસ્થા કરતું જીએસઆરટીસી

અંબાજી: પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી સુધી ‘ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નો શુભારંભ થયો છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિના મૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની ૫૦૦ બસો મળી કુલ ૨૫૦૦ બસો આ પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે.

જેમાં બનાસકાંઠા જિલ્લા માટે ૧,૨૦૦ બસો અને ૧૩૦૦ બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મુકવામાં આવી છે. જેના દ્વારા શ્રધ્ધાળુ માઇભક્તો આ પંચ દિવસીય મહોત્સવનો લાભ લઇ શકે અને માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકશે.

એસ.ટી નિગમ દ્વારા પંચ દિવસીય પરિક્રમા મહોત્સવ માટે રોજની ૫૦૦ અને કુલ ૨૫૦૦ બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસ.ટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.

એસ.ટી વિભાગના માર્ગદર્શક વિભાગીય નિયામક શ્રી કિરીટભાઇ ચૌધરી અને વિભાગીય પરિવહન અધિકારીશ્રી વિનુભાઈ ચૌધરીના સતત મોનીટરીંગ અને માઈક્રોપ્લાનિંગ હેઠળ કરાયેલ આયોજનમાં ડ્રાઈવર, કંડકટર, મિકેનિક અને વહીવટી સ્ટાફના ૭૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ માં અંબાના સેવાયજ્ઞમાં જોડાયા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *