શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે અંબાજી ખાતે દેશભરમાંથી અને વિદેશમાંથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે
અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મહાશક્તિ યજ્ઞમાં બેસવા માટે યજ્ઞની નોંધણી શરૂ કરેલ છે.
12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. પાંચ દિવસના પરિક્રમા મહોત્સવમાં મહાસક્તિ યજ્ઞમાં બેસવા માટે યજમાન પદે નોંધણી માટે ટ્રસ્ટ તરફથી શરૂઆત કરાઈ છે. યજ્ઞની નોંધણી માટે ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી અને ગબ્બર 51 શક્તિપીઠ કાર્યાલય ખાતે સંપર્ક કરી શકાશે.
1).ગબ્બર ટોચ પર 51 હજાર રૂપિયા
2).51શક્તિપીઠ 10 મંદિર સંકુલ માં બેસવા માટે 21 હજાર રૂપિયા
3).અન્ય સંકુલ માં બેસવા માટે 11000
રૂપિયા
અંબાજી પ્રહલાદ પૂજારી