અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ શહેરનાં નગરદેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળીદેવીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે.
અમદાવાદ શહેરનાં નગરદેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળીની 614 વર્ષ પછી નગરયાત્રા નિકળશે. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિ. ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચશે. રૂટ ઉપર થોડાથોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રા નિજમંદિર પહોંચ્યા બાદ હવન થશે
અમદાવાદના સ્થાપના દિવસે માતા ભદ્રકાળીદેવીની 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે. રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે. અખાડા, ટેબલો, ઊંટ-હાથી, ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે.
અમદાવાદ ખાતે મધ્યમાં આવેલ માતા ભદ્રકાલીનું મંદિર ગુજરાતના લોકો માટે અનેરું મહત્વ ધરાવે છે જ્યાં માં ભદ્રકાળી તેમના હાથના પંજા સાથે બિરાજમાન છે અને લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.
614 વર્ષ પછી માં ભદ્રકાળી માતાની નગરયાત્રા સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહિયારે આયોજિત થવા જઈ રહી છે. આ પ્રસંગે આ બાબતે માહિતી આપવા શહેર મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને મંદિરના ટ્રસ્ટી તિવારીજી ઉપસ્થિત રહ્યા હતા
અને પત્રકારોને માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ભદ્રકાળી માતાના પ્રાંગણથી આ નગરયાત્રાનો આરંભ થશે જ્યાં માતાજીની ચરણ પાદુકા સાથે માં ભદ્રકાળી નિર્ધારિત કરેલા રૂટ ઉપર નગરચર્યાએ નીકળશે.
જેમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી થી લઈ તમામ મહાનુભાવો તેમજ દરેક ધર્મના લોકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે અને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદના આંગણે માં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો પ્રથમ રૂડો અવસર આવ્યો છે ત્યારે ઉપસ્થિત મેયર અને ટ્રસ્ટી દ્વારા સર્વે જનતાને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમને લઈ શહેર મેયર અને ટ્રસ્ટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 6.25 કિ.મી.લાંબી યાત્રા
અખાડા, ટેબલો અને ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાશે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ 26 ફેબ્રુઆરીએ નગરયાત્રામાં ઉપસ્થિત રહી શકે છે 614 વર્ષ પછી પ્રથમ વખત માં ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.