રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલરનું બંધારણ જાહેર કરાયું
શહીદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ:સમાજના લોકોએ બંધારણને પાળવાનીપ્રતિજ્ઞા લીધી
સાણંદ APMCનાં પ્રાંગણ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજની રાજ્યકક્ષાની મહાચિંતન શિબિર યોજાઇ છે. જેમાં રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.
રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલનાં પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ યાદવની જાહેરાત કરવામાં આવી છે. તેઓને પાઘડી પહેરાવી અને પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. સાથે સૌ લોકોએ શહીદ મહિપાલસિંહ વાળાને શ્રધ્ધાંજલી આપી હતી.. શહીદના પરિવારને સન્માન સાથે સ્ટેજ સુધી લાવવામાં આવ્યા હતા.
રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલનાં પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવને સમાજની આન, બાન, અને શાનના પાવન પ્રતિક સમી પાધડી અર્પણ સન્માન સમારોહમાં કારડીયા રાજપૂત ક્ષત્રિય સમાજ, શ્રી નાડોદા રાજપૂત ક્ષત્રિય સમાજ, વાવ થરાદ ધાનેરા સુઈ ગામ રાજપૂત ક્ષત્રિય સમાજ, ગુર્જર રાજપૂત ક્ષત્રિય સમાજ, હિંદવાણી રાજપૂત ક્ષત્રિય સમાજ, વાગડ રાજપૂત ક્ષત્રિય રાપર, ક્ચ્છ સહિત સમાજની
સંસ્થાના અગ્રણીઓ અને હોદેદારો જોડાયા હતા. થરાદના કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વજુભાઇ ડોડીયા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. કાર્યક્રમમાં સમાજનાં લોકોએ બંધારણને પાળવાની પ્રતિજ્ઞા લીધી કારડિયા રાજપૂત સહિત વિવિધ 7 રાજપૂત સમાજને એક કરીને બનાવવામાં આવેલા સંગઠન એવા રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના બંધારણ જાહેર કરવામાં આવ્યું છે. સમાજના તમામ આગેવાનો અને હાજર સમાજના લોકોએ બંધારણને પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર