વલભીપુરની બ્રાન્ચ શાળા અને હરિઓમ કન્યા શાળાનાં સંયુક્ત ઉપક્રમે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી.
વલભીપુર શહેરમાં આવેલ બ્રાન્ચ શાળા અને હરિઓમ કન્યા શાળાનાં સંયુક્ત ઉપક્રમે દેશના ૭૪માં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.સવારે ૮.૩૦ કલાકે સૌ પ્રથમ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાધિકાબા ઝાલાનાં હસ્તે ધ્વજ વંદન થયું હતું.
ત્યારબાદ તે દિકરીબાને બંનેશાળાનાં આચાર્યશ્રીઓદ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.તેમજ આ વર્ષે જન્મ લેનાર ચાર દીકરીઓનાં વાલીને સ્મૃતિ ભેટ આપવામાં આવેલ.સાથે જ રાષ્ટ્રીય પર્વને અનુરૂપ વક્તવ્ય હરિઓમ શાળાનાં આચાર્યશ્રી ઘનશ્યામભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું.
બ્રાન્ચ શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ચુડાસમા અજિતભાઈ જેઓ હાલ ભારતીય સેનામાં ફરજ બજાવે છે તેમનું સન્માન પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકી અને બ્રાન્ચશાળા આચાર્યશ્રી દ્વારા કરવામાં આવેલ હતું.
ત્યારબાદ હરિઓમ શાળાની વિદ્યાર્થીનીઓ એ તેરી મિટ્ટી મેં મિલ જાવા..દેશભક્તિ ગીત પર અભિનય રજૂ કર્યો હતો.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો,અતિથિ શ્રી ઓ નગરપાલિકા સભ્યશ્રી, જાગૃત નાગરિકો અને વાલી શ્રીઓ એ ખાસ હાજરી આપેલ હતી.
કાર્યક્રમની આભારવિધિ શિક્ષકશ્રી ધર્મેશભાઈ સાંગડીયા એ કરી હતી.તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શિક્ષકશ્રી મહાવીરસિંહ ઘેલડા દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર