ગઈકાલે કોટેજ હોસ્પિટલના નવનિયુક્ત સુપ્રીન્ટેન્ડન્ટ ડો.મકવાણા સાહેબ તથા સર્જન ડો.મનસુખભાઇ પટેલ સાથે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લીધી, મકવાણા સાહેબે ખૂબ સરસ વાત કરી કે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની જોગવાઈ હેઠળ હોસ્પિટલમાં મોટા મોટા ઓપરેશન થાય છે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ હોસ્પિટલમાં એક પણ રૂપિયાના ખર્ચ વગર ખૂબ સરસ રીતે તેમના ઓપરેશન થયા છે,
આ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ મકવાણા સાહેબ પોતે ઓપરેશન માટે અનેસ્થેસીઆ આપે છે ડો. મનસુખભાઇ પટેલ ઓપરેશન કરે છે, આ
ડો. મકવાણા સાહેબની હોસ્પિટલમાં તાજેતરમાં જ સુપ્રીન્ટેડન્ટ તરીકે નિમણુંક થઇ છે તેમણે જણાવ્યું કે આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો મને વ્યક્તિગત માહિતગાર કરશો હું ખાત્રી આપું છું કે કોઈ પણ દર્દી કે વ્યક્તિને તકલીફ ના પડે એ માટે હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ,
આ હોસ્પિટલમા ખાસ કરીને અકસ્માતના કારણે ફ્રેક્ચર થયેલા દર્દીઓના ઓપરેશન વધુ થયા છે, આ ઓપરેશનમા પણ હોસ્પિટલના સુપ્રીન્ટેડન્ટ ડો. મકવાણા સાહેબ પોતે દર્દીઓને ઓપરેશન માટે અનેસ્થેથીઆ આપીને સેવા કરે છે.
હું નિલેશ બુંબડિયા આ હોસ્પિટલના સુપ્રીન્ટેડન્ટ ડો. મકવાણા સાહેબ અને સર્જન ડો. મનસુખભાઇ સાહેબ તથા તમામ સ્ટાફની અમારા વિસ્તારના તમામ સમાજના લોકોની લાગણી સભર સારવાર બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું.
હું નિલેશ બુંબડિયા પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી આદિજાતી મોરચો, ગુજરાત ખાત્રી આપું છું કે આ હોસ્પિટલમા ભૌતિક સુવિધા તેમજ અન્ય બાબતો માટે સરકારમા સતત ભલામણ કરતો રહીશ
અંબાજી પ્રહલાદ પૂજારી