ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે કરશનભાઈ કાનાભાઈ ભરવાડ નામના માલધારીના રહેણાંકી મકાનમાં આગ લાગતા અફડા તફડી મચી,વલભીપુરની ફાયર ટિમ દુરઘટના સ્થળે દોડી આવી
આ લખાઈ છે ત્યારે રાત્રીના પ્રાથમિક અહેવાલો મુજબ ઉમરાળા તાલુકાના રંઘોળાના દેવળીયા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે ફટાકડાના કારણે રહેણાંકી મકાનમાં આગની ઘટના સામે આવી છે સ્થાનિક લોકો દ્વારા પાણીનો છટકાવ કરી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા
તેમજ વલ્લભીપુર ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પાણીનો છટકાવ કરીને આગ બાજુના મકાનમાં લાગે તે પહેલાં મહા મુસીબતે કાબૂમાં લીધી હતી
અમારા સહયોગી પત્રકાર નિલેશ આહિરે ટેલીફોનિક વિગતો આપતા જણાવ્યું કે રંઘોળા નજીક આવેલ દેવળીયા ગામે ભરવાડ કરશનભાઈ કાનાભાઈ ગમારાના રહેણાંકી મકાનમાં આગ લાગતા ભારે અફડા-તફડી મચી ગઇ હતી, મકાનમાં આગના કારણે ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી
તેમજ પશુઓ માટે રાખવામાં આવેલ આશરે ૪૦૦ મણ જેટલી કડબ બળીને રાખ થઈ જતા માલધારી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતુ બનાવને લઈ પત્રકાર નિલેશ આહિરે વધુમાં જણાવ્યું કે ફટાકડાના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે આગ લાગતા ગ્રામજનો દ્વારા પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા
પણ આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ કે જોતજોતામાં મકાનનો કાટમાળ,ઘરવખરી,કડબ ઘાસચારો સહિતનું રાખ થઈ ગયુ ઘટનાના પગલે ઉમરાળા મામલતદાર સ્ટાફ,પોલીસ કાફલો અને તાલુકા પંચાયત સ્ટાફ,તલાટી મંત્રી સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા નુક્શાનીનો આંક જાણી શકાયો નથી બનાવની વધુ વિગતની રાહ જોવાય રહી છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા