અમરેલી જિલ્લા યુવા આહીર સમાજના પ્રમુખ તરીકે કમલેશ ગરણિયા એક સુરે કરાઈ વરણી
યુવા પ્રમુખ કમલેશ ગરણીયાના નેતૃત્વ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામડાના આહીર યુવાઓને જોડી સંગઠિત કરવાનો કરાયો સંકલ્પ
અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો વસવાટ કરે છે અમરેલી જિલ્લામાં આહીર સમાજનુ સંગઠન પણ વર્ષોથી કાર્યરત છે આ સંગઠને સમાજના અનેક સામાજિક અને વિકાસલક્ષી કાર્યો કર્યા છે
બદલાતા આધુનિક યુગના સમયમાં વર્તમાન સમયની માંગ અને જરૂરિયાત મુજબ સમાજને સંગઠિત કરી વિકાસના ફળ સમાજના છેવાડાના સમાજના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે
રાજકીય,સામાજિક,શૈક્ષણિક, સાંકૃતિક કાર્યક્રમોનુ આયોજન કરી સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે વિવિધ મુદ્દા પર ચર્ચાઓ કરવા માટેની એક ચિંતન મિટિંગ અમરેલી આહીર બોર્ડિંગ ખાતે અમરેલી જિલ્લા આહીર સમાજના પ્રમુખ જીતુભાઇ ડેર અને ઉપ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળની આગેવાનીમાં યોજાઈ હતી જેમા અમરેલી જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓ માંથી આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા
અને સમાજના રાજકીય,સામાજિક આગેવાનો એ સમાજના ઉદ્ધાર માટે વર્તમાન સમયની સમાજની સ્થિતિ, જરૂરિયાત અને સમાજના દરેક ક્ષેત્રે વિકાસ માટે શું કરી શકાય ? આ બાબતે ચર્ચાઓ અને પરમર્શ કરવામાં આવ્યો હતો જેમા સમાજના આગેવાનો એ પોતાના મંતવ્ય રજુ કર્યા હતા આ મંતવ્યો અને ચર્ચા ના અંતે વર્તમાન સમયની મુખ્ય જરૂરિયાત અમરેલી જિલ્લા યુવા આહીર સમાજની રચના કરી સમગ્ર જિલ્લાના સમાજના છેવાડાના યુવાઓને જોડી સામાજિક,
શૈક્ષણિક,આર્થિક,સાંસ્કૃતિક ક્ષેત્રે વિકાસની રાહ પર ગતી કરવા નક્કી કરાયું હતુ ત્યારે અમરેલી જિલ્લા આહીર યુવા સંગઠનના પ્રમુખનુ સુકાન યુવા અગ્રણી કમલેશ ગરણીયાને એક સુરે સમગ્ર જિલ્લાના આગેવાનોએ સોંપતા તેમની વરણીને સમગ્ર જિલ્લાના આગેવાનોનો આવકાર મળ્યો હતો
આવનાર સમયમાં યુવા પ્રમુખ કમલેશ ગરણીયાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લાના યુવાનોનું સંગઠન નિર્માણ કરી અને સમાજને સંગઠિત કરી તમામ ક્ષેત્રમાં સમાજના યુવાઓ આગળ આવે તે માટે આગામી કાર્યક્રમો તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ
આ તકે નવ નિયુક્ત પ્રમુખ કમલેશ ગરણિયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુ કે સમાજે મારા પર વિશ્વાસ મૂકી જિલ્લાના યુવાઓને એક વિકાસની રાહ પર લઈ જવા માટે આવનાર તારીખ 26/11ના રોજ એક સમગ્ર જિલ્લાના લોકોનું સ્નેહમિલનનુ આયોજન કરી સમગ્ર જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમો જાહેર કરીશું અને સમાજના યુવાનોને એક તાતણે બંધી સમાજના વિકાસની માટે અને સમાજના લોકોની સમસ્યાઓ માટે અવિરત કામગીરી કરીશું જણાવ્યું હતુ
સાથે સમગ્ર જિલ્લા આગેવાનો અને યુવાનો એ મારા વિશ્વાસ મૂકી મને સુકાન સોંપ્યું છે ત્યારે સમગ્ર જિલ્લાના આહીર સમાજના લોકોનો આભાર માન્યો હતો અને સમાજે મુકેલો વિશ્વાસ એળે નહિ જવા દવ તેવુ જણાવ્યું હતુ
આ સમગ્ર કાર્યક્રમ આહીર સમાજના ઇષ્ટદેવ દ્વારકાધીશને અધ્યક્ષ સ્થાને રાખી સમાજના પ્રમુખ જીતુભાઇ ડેર અને ઉપ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળની આગેવાની માં યોજાયો હતો તેમાં સમગ્ર જિલ્લા માંથી મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવા સંગઠનના નિર્માણમાં સુર પુરાવ્યો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા