આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લાના નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમારના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદના પોલીસ ઇન્સપેક્ટરશ્રી સી.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા સ્વાશ્રયી મહિલા સેવા સંઘ, આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ASI મુસ્તકીમ મલેક દ્વારા સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત માહિતી આપવામાં ઉપરાંત સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટી.રા.એ.આઈ. ના અધિકારીશ્રી ચાંડક, શ્રી ગર્ગ, શ્રી અમીત પ્રકાશ તથા જિઓ, વોડાફોન-આઈડિયા, એરટેલ, અને બી.એસ.એન.એલ.ના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા સેવા સંઘના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ