રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના હજીરા ખાતે રાજગરી ગામમાં આવેલા રાજેશ્વર મહાદેવ મંદિરની નવમી સાલગીરીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મંદિરની સાલગીરી નિમિતે કચ્છી ગાયક કલાકાર ગીતા રબારીને બોલાવી ભવ્ય ડાયરો યોજાયો હતો જેમાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. આઠ લાખથી વધુ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો આ તમામ રૂપિયા મંદિરના લાભાર્થે ઉપયોગ કરવા માટે નક્કી કરાયું છે.
સુરતના હજીરા ખાતે આવેલા રાજગરી ગામમાં કચ્છી કોયલ કંઠી ગીતા રબારીનો ભવ્ય ડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજગરી ગામ ખાતે આવેલ શ્રી રાજેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે.
આ મંદિરના નવ વર્ષ પૂર્ણ થતા મંદિરની નવમી સાલગીરા ની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિર રાજગરી ગ્રામજનોના સહયોગથી બનાવવામાં આવ્યું છે.
ત્યારે નવમી સાલગીરી નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ગીતા રબારી ના ભવ્ય ડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજેશ્વર મહાદેવ દાદાના મંદિરની સાલગીરી અને તેના લાભાર્થે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતા રબારી ના આ ડાયરામાં રાજગરીના ગ્રામજનો ઉપરાંત હજીરા સહિત આસપાસના ગ્રામજનોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન ડાયરામાં ગીતા રબારીના સુરીલા કંઠના ગીતો પર લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.
ગીતા રબારીના સ્વર પર મંત્રમુગ્ધ થઈને લોકોએ 8 લાખથી વધુ રૂપિયાનો વરસાદ કર્યો હતો.
સુરતના હજીરા ખાતે રાજગરી ગામમાં આવેલા રાજેશ્વર મહાદેવ મંદિરની નવમી સાલગીરીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
મંદિરની સાલગીરી નિમિતે કચ્છી ગાયક કલાકાર ગીતા રબારીને બોલાવી ભવ્ય ડાયરો યોજાયો હતો.
જેમાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.
આઠ લાખથી વધુ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
આ તમામ રૂપિયા મંદિરના લાભાર્થે ઉપયોગ કરવા માટે નક્કી કરાયું છે.
મંદિરની સાલગીરીમાં ગીતા રબારીનો ડાયરાનું આયોજન
ડાયરામાં થયો લાખો રૂપિયાનો વરસાદ