Latest

અમદાવાદ અડાલજ ત્રિમંદિરના દર્શન અને પૂજન-અર્ચન કરી આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇને સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા પૂર્વે અડાલજ ત્રિમંદિરના દર્શને જઇને પૂજન-અર્ચન કર્યા તથા દાદા ફાઉન્ડેશનના દિપકભાઇના આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના માનવી, સામાન્ય લોકો માટે કલ્યાણ અને સદકાર્યોની પ્રેરણા પ્રભુ આપે તથા ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન, સીમંધર સ્વામી અને અન્ય દેવોના શ્રીચરણમાં કરી છે.

તેમણે ઉમેર્યુ કે, વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો આ પ્રચંડ વિજય રાજ્યની જનતા જનાર્દનનો, તેમના ભરોસા અને વિશ્વાસનો વિજય છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લોકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા પર અપાર સ્નેહ અને વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહિ, સૌ કાર્યકર્તાઓના પરિશ્રમ અને મહેનતનું ફળ પણ આ વિજયમાં ઝળકયું છે.

રિપોર્ટ કોમલ જોશી અમદાવાદ

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *