સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦ કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા
સાવરકુંડલા તેમજ ખાંભા તાલુકાના ગામોમાં મળશે રસ્તા નવી સુવિધા
સાવરકુંડલા -જીકીયાળી રોડ માટે ૪.૯૦ કરોડ રૂપિયા મંજુર કરવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર
સાવરકુંડલા તથા ખાંભા તાલુકાના ગામોને ઉપયોગી માર્ગ પરિવહન સુવિધા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પ્રકલ્પ મંજૂર થયું છે. સાવરકુંડલા–જીકીયાળી રોડના માટે ₹૪.૯૦ કરોડનો બજેટ મંજૂર કરાયો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સાવરકુંડલા અને ખાંભા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં નવા માર્ગ નિકાસ તેમજ આજુબાજુના ગામોને પણ વધુ સુવિધાઓ મળશે જેના આશરે લોકોના રોજગાર અને પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા એ જણાવ્યું કે આ માર્ગનું નિર્માણ ગામોના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી અને પરિવહન સુગમતા માં વધારો કરશે.
આ મહત્વપૂર્ણ વિકાસ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા એ આભાર માન્યો હતો….
















