સુરેન્દ્રનગર જીલ્લાના રણકાંઠા વિસ્તારમાં પરંપરાગત રીતે અગરીયાઓ રણમાં મીઠું પકડી ગુજરાન ચલાવે છે આપણા રણનું મીઠું એટલે ગ્રૃહિણિના રસોડા અને શાકનુ સ્વાદ પણ આજે અગરીયાઓ માટે તેજ સ્વાદના રાજા મીઠા પકવવામાં માટે મેદાનમાં ઉતર્યા છે છેલ્લા ધણા દિવસોથી વન વિભાગના પરિપત્ર થી અગરીયાઓની હાલત કફોડી બની છે પોતાના હક્ક માટે લડત ઉપર ઉતર્યા છે
અગરકાર્ડ ધરાવતા જ અગરીયાઓને રણમા પ્રવેશ નું ફરમાન ધુડખર અભ્યારણ્ય જાહેર કરતા ધણા ખરા સામાન્ય અગરીયા પરિવારોની હાલત કફોડી બની છે સહેલાઈથી અગરીયાઓને રણ પ્રવેશ મળે તે હેતુથી આજરોજ પાટડી ખાતે અગરીયા મહા સંધના હોદ્દેદારો અગરીયાઓ , કેન્દ્રીય મંત્રી ડો મહેન્દ્ર મુજપરા , ધારાસભ્ય પી.કે પરમાર , પ્રાંત અધિકારી , વન વિભાગના અધિકારીઓ સહિત ની ઉપસ્થિતિ માં બેઠક મળી હતી
જેમાં અગરીયાઓને પડતી મુસ્કેલીઓના સામાધાન અંગે ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી અગરીયા મહા સંધ દ્વારા રણમાં મીઠું પકવતાં તમામ અગરીયા પરિવાઓને રણ પ્રવેશ મળે તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે આ બાબતે ધારાસભ્ય તથા કેન્દ્રીય મંત્રી ડો મહેન્દ્ર મુજપરા દ્રારા રણમાં તમામ અગરીયા પરિવારોને રણ પ્રવેશ મળે તેવી સરકાર શ્રી ને રજુઆત કરી યોગ્ય નિર્ણય લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી આ સાથે અગરીયાના પ્રશ્નો અને માંગ ને વેહલી તકે ઉકેલ આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી અપાઈ હતી
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા