શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતના અગ્રવાલ સમાજને સંગઠિત કરવા માટે અને આગળ વધારવા માટે તેમજ સમાજને સુદ્રઢ બનાવવા માટે ગુજરાતમાં ક્ષેત્રિય સ્તરે કાર્યકારી ટીમ નું ગઠન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતને ચાર ક્ષેત્રમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ક્ષેત્રમાં ક્ષેત્ર વાઇઝ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને દરેક ક્ષેત્રમાં યુવા વિંગ પણ બનાવવામાં આવી છે અને તેમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં સમાજના યુવા વર્ગની નિમણૂક કરવામાં આવી છે જેથી કરીને સમાજનો યુવા વર્ગ સમાજના કામમાં રુચિ લે અને સમાજ આગળ વધે. જુદા જુદા ક્ષેત્રના યુવાઓને જે તે ક્ષેત્રની યુવા વીંગ માં જોડીને તેમને વિવિધ હોદ્દા ઉપર જવાબદારી આપવામાં આવી છે
યુવા વિંગના પ્રેસિડેન્ટ તરીકે અંકુર બીજાકા તેમજ સેક્રેટરી તરીકે વિરલ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી. ઉત્તર ક્ષેત્રમાં યુવા વિંગમાં રિજનલ પ્રેસિડેન્ટ તરીકે ડીસાના પ્રશાંત અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે રીજનલ વાઈસ પ્રેસિડન્ટ તરીકે અંબાજીના અરવિંદ અગ્રવાલની નિમણૂક થઈ હતી તેમજ રિઝનલ સેક્રેટરી તરીકે પાલનપુરના અંકિત અગ્રવાલ અને ઇવેન્ટ સેક્રેટરી તરીકે સુભાષ ગોયલ ની નિમણૂક કરવામાં આવી હતી.
જોઈન્ટ સેક્રેટરી તરીકે ઊંજાના અને અજય ગોયલની નિમણૂક કરવામાં આવી હતી તથા જોઈન્ટ ઇવેન્ટ સેક્રેટરી તરીકે વિકાસ અગ્રવાલ ને જવાબદારી આપવામાં આવી હતી. તેમજ મહિલાઓની ટીમમાં રિજનલ પ્રેસિડેન્ટ તરીકે પાલનપુર ની પાયલ અગ્રવાલ, સેક્રેટરી તરીકે ડીસાની હીનલ અગ્રવાલ તેમજ રિજનલ ઇવેન્ટ સેક્રેટરી તરીકે અમીરગઢની રુચિતા અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હતી
ઉપરોક્ત નિમણૂક પામેલા હોદેદારો તેમની જવાબદારી સારી રીતે નિભાવશે અને સમાજનો વિકાસ કરવામાં સહભાગી બને તેવી ગુજરાત વિકાસ મહાસભા એ શુભેચ્છા આપી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી