Latest

અમદાવાદના દાણીલીમડામાં નાના ભૂલકાઓના આધારકાર્ડ કેમ્પનું કરાયું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર આંગણે તેમના બાળકોના આધારકાર્ડની સુવિધા પ્રાપ્ત થાય તે માટે ત્રણ દિવસીય કેમ્પનું આયોજન કરાયું હતું.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલ બેરલ માર્કેટ નજીક બ્રાઇટન સ્કુલમાં ત્રણ દિવસના કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં 0 થી 5 વર્ષના બાળકનું 90 જેટલા આધાર કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.

એટલું જ નહિ સુકયન્યા યોજના હેઠળના ફોર્મ , આવકના દાખલાના ફોર્મ અને પોસ્ટ ઓફિસના અકસ્માત વીમા યોજનાના પણ ફોર્મ આ જ કેમ્પમાં ભરવામાં આવ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા માટે બ્રાઈટન સ્કૂલના પ્રિન્સિપાલ સરફરાઝ ભાઈ શેખે પોતાની સ્કુલમાં આ કેમ્પ યોજવા દેવા માટેની પરવાનગી આપી હતી

અને સાથે સાથે બી ટી એફ સોશિયલ ગ્રુપના આયોજકો અને સદસ્યો તેમજ હનીફભાઈ સોડા વાળા, રીઝવાન શેખ, ઇમરાન ભાઈ અને રફીક ભાઈ દ્વારા ખુબજ મહેનત કરાઈ હતી. જે મહેનત રંગ પણ લાવી હતી અને તેમની આ કામગીરીથી આસપાસના રહીશો પણ ખુબજ ખુશ થયા હતા…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *