Latest

આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ ગીર સોમનાથ દ્વારા શાહ એચ. ડી. સ્કૂલ, ઉના ખાતે આહીર શૌર્ય દિવસ ઉજવણી કરવામાં આવી.

“આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ” ઉના કન્વીનર શ્રી પૂજાભાઈ લાખણોત્રા અને પત્રકાર શ્રી મનુભાઇ કવાડ, ગોવિંદભાઈ (રામપરા સરપંચ ), હરીભાઈ રામ (રામપરા), જયદીપભાઈ વાઢેર (ઊના), જગદીશભાઈ (ઊના), મનુભાઈ ( ઊના ), વીજુભાઈ (વ્યાજપુર), રાકેશભાઈ (વ્યાજપુર), અરવિંદભાઈ (વ્યાજપુર), પરબતભાઈ (વ્યાજપુર), હાર્દિકભાઈ (વ્યાજપુર), હમીરભાઈ (નાઠેજ), ભાવેશભાઈ (વાસોજ), મનુભાઈ (ચાંચકવડ), રાકેશભાઈ (વાસોજ) આહીર શૂરવીરતા કેવી હોય એનો ઐતિહાસિક દિન ઈતિહાસ માં હંમેશ માટે અંકિત થઈ ગયેલ છે.

દુનિયાના ઇતિહાસમાં બનેલ સૌથી ભીષણ યુદ્ધ પૈકીના ૧૮ /૧૧ /૧૯૬૨ ના એક યુદ્ધમાં ચીને લદાખની ચુચુલ ઘાટી પાસે અડધી રાતે ભારત ઉપર અચાનક આક્રમણ કરેલ. આ સમયે ભારતની સરહદોનું રક્ષણ કરવા ૧૩ -કુમાઉ (c) ચાર્લી કંપનીના મેજર શૈતાનસિંહના ભાટી નેતૃત્વ કરતા હતા. આ ચાર્લી કંપનીના સૈનીકો પૈકી ૧૧૪ જેટલા આહીર સૈનિકો હતા,

જેઓએ ૨૦૦૦ થી વધુ ચીની સૈનિકોને ઠાર કરી દેશ માટે શહીદી વહોરી હતી. આ ચુચુલ ઘાટીનું રેઝાંગ-લા યુદ્ધ એટલું શૌર્યપૂર્ણ અને વિરતાભર્યું હતું કે, આપણા દેશના ૧૧૪ જેટલા સૈનિકોની અભૂતપૂર્વ બહાદુરીને સન્માનિત કરવા ભારત સરકારે ચુચુલ ઘાટી પાસે આહીર ધામનું નિર્માણ કરવામાં આવ્યું.

જેથી દરેક આહીરો આ ૧૮ /૧૧ /૬૨ ના દિવસને “આહીર શૌર્ય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આહીર શૂરવીરતા યાદ કરવા “આહીર સમાજ વૈચારિક ક્રાંતિ” ગ્રુપ ગીર સોમનાથ દ્વારા ઉના ખાતે “આહીર શૌર્ય દિન” ની ઉજવણી કરી આહીર વીર શાહિદને યાદ કરવામાં આવ્યા. આ પ્રસંગે “આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ” ગીર વતી મીણબત્તી પ્રગટાવી વીરોને યાદ કર્યા, બે મિનિટના મૌન સાથે શહીદોને સન્માન આપ્યું.

રિપોટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી…

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજયના ઝોન ૮ના ડાયરેક્ટરશ્રીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથની મૂલાકાત લીધી

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજયના ઝોન ૮ના ડાયરેક્ટરશ્રી ડે.એસ.કે.રોય, આઈ.સી.એ.આર,…

રાષ્ટ્રીય ડૉકટર્સ દિવસે રાજ્યના તમામ તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ૧લી જુલાઇ રાષ્ટ્રીય ડૉકટર્સ દિવસે રાજ્યના આરોગ્યમંત્રી…

1 of 546

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *