શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે વિવિધ ભગવાનના મંદિરો આવેલા છે તો બીજી તરફ અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ પણ આવેલું છે જેમાં અવારનવાર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી હોય છે,
ત્યારે 21 ડિસેમ્બરના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી જેમાં અંબાજીની આઠ ટીમો ભાગ લીધો હતો આજે 22 ડીસેમ્બરના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સૂરતનાં પુર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પુર્વ દંડક અજયભાઇ ચોકસી(પુર્વ મેયર સુરત), સુરેશભાઈ પટેલ (ઉદ્યોગપતિ) અને મયુરભાઈ ચૌહાણ(એમ.ડી) હાજરી આપી હતી.
22 ડિસેમ્બરના રોજ અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ સવારે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર શરૂ થઈ હતી,જેમા તમામ આઠ ટીમોના ખેલાડીઓ હાજર રહ્યા હતા. અંબાજી બ્રહ્મ સમાજના આગેવાન અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દીપકભાઇ જોષી, મદનભાઈ જોષી અને કલ્પેશ ભાઇ દવે દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
બ્રહ્મ સમાજના આગેવાનો અને અંબાજીના લોકો દ્વારા ક્રિકેટ પ્રેમીઓનું સ્વાગત કરાયું હતું. અંબાજી મંદિર ખાતે તેઓ દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેમને અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી