Latest

શક્તિપીઠ અંબાજીના બજારોમાં રેપિડ એક્શન ફોર્સ અને અંબાજી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની શહેર ઉપર આવેલું શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મહિનામાં ભાદરવી પૂનમનો મહામેળો અંબાજી ખાતે યોજાનાર છે અને આ મેળામાં લાખો ભક્તો માં અંબા ના દર્શન કરવા આવનાર છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે આજે અંબાજીના બજારોમાં ફુટ પેટ્રોલિંગ યોજાઇ હતી.

અંબાજી ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અંબાજીના બજારોમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો અને અંબાજી પોલીસના જવાનો દ્વારા અંબાજીના વિવિઘ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં રેપિડ એક્શન ફોર્સની ટીમ આવેલી છે અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં આ ટીમ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *